Western Times News

Gujarati News

એમએસપી ખતમ થશે તો રાજનીતિ છોડી દઇશ: મનોહરલાલ ખટ્ટર

ચંડીગઢ, બરોદા પેટાચુંટણી નજીકમાં છે ત્યારે મુખ્યમંત્રી મનોહર લાલે મોટું નિવેદન આપ્યું છે.બરોદાના કથુરા ગામની પહેલી જાહેર સભામાં મુખ્યમંત્રીએ કહ્યું કે એમએસપી ખતમ થશે તો રાજનીતિ છોડી દઇશ.એમએસપી રહેશે કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહી છે. જયારે અમારી સરકારે કલમ ૩૭૦ હટાવવાની વાત કરી તો કોંગ્રેસે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે ધાટીનું વાતાવરણ બગડી જશે પરંતુ આવું કાંઇ થયું નહીં કેન્દ્ર સરકારે નાગરિકતા કાનુન બનાવવા માટે સીએએનો ક્રિયાન્વયન શરૂ કર્યું તો શાહીન બાદમાં ધરણા કરાવ્યા તેમાં પણ કાંઇ થયું નહીં.

પાકિસ્તાનના બાલકોટમાં વિસ્ફોટ થયા ત્યારે પણ વિરોધ બુમો પાડી રહ્યાં હતાં પરંતુ અમે કહ્યું કે ડરવાની જરૂર નથી પરંતુ વિરોધ પક્ષ એમ કહેતા રહ્યાં કે પાકની પાસે પરમાણુ બોંબ છે.તેવી જ રીતે વિરોધ પક્ષ હવે એમએસપીના મામલામાં કિસાનોને ભ્રમિત કરી રહ્યાં છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ગઠબંધનના ઉમેદવાર તરીકે બરોદાની જનતાની સામે અમે પહલવાનને ઉભા કર્યાછે યોગેશ્વર કોઇ સામાન્ય પહલવાન નથી સમગ્ર વિશ્વમાં યોગેશ્વરે હરિયાણાનું નામ રોશન કર્યું છે.

યોગેશ્વરને જીતાડી અહીંની જનતા ચંડીગઢ મોકલશે તો યોગેશ્વરની ગાડી પર મંત્રીની ઝંડી લાગવાનું નક્કી છે. સામાન્ય લોકોના કોઇ કામ અટકસે નહીં. પોતાના ધારાસભ્યના માધ્યમથી કોઇ વિકાસનું કામ લઇ તે ચંડીગઢ આવી શકશે મારો દરવાજાે બરોદાની જનતા માટે હંમેશા ખુલ્લો છે.

મનોહર લાલે કહ્યું કે એ અફસોસની વાત છે કે અહીંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શ્રીકૃષ્ણ હુડ્ડાનુું નિધન થયું પરંતુ જયાં સુધી બરોદાની જનતા પોતાના ધારાસભ્યને પસંદ કરે નહીં ત્યાં સુધી હું સ્વયં અહીંની જનતાનો ધારાસભ્ય છું.સરકારે ગત ચાર મહીનામાં લગભગ ૧૬૫ કરોડ રૂપિયાના વિકાસ કાર્ય બરોદામાં કરાવ્યા છે.

આવનારા સમયમાં વિકાસના વધુ કામ કરવામં આવશે કેટલાક રકમ આચાર સંહિતાના કારણે અટકી ગઇ છે આચાર સંહિતા પુરી થયા બાદ વિકાસ કાર્ય ફરી શરૂ કરવામાં આવશે તેમણે કહ્યું કે જે કામ અમારી થશે નહીં તેનું ખોટું વચન અમે જનતાને આપીશું નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.