એમએસપી પર આંચ આવી તો દુષ્યંત ચૌટાલા રાજીનામુ આપશે
નવીદિલ્હી, કૃષિ કાનુનોને લઇ કેન્દ્ર સરકાર અને કિસાન સામસામે આવી ગયા છે. આ દરમિયાન હરિયાણામાં ભાજપના સાથી અને સરકારમાં સામેલ જજપાએ સ્પષ્ટ કર્યું છે કે જાે નવા કાનુનથી કિસાનોની એમએસપી પર આંચ આવશે તો નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા તાકિદે રાજીનામુ આપી દેશે.
એ યાદ રહે કે ૯૦ વિધાનસભા બેઠકોવાળી હરિયાણામાં જયાં ભાજપની પાસે ૪૦ ધારાસભ્યો છે ત્યાં જજપાની પાસે ૧૦ ધારાસભ્યો છે આ ઉપરાંત કોંગ્રેસની પાસે ૩૧ બેઠકો છે.એટલે કે જજપા એક રીતે કિંગમેકરની ભૂમિકામાં છે આ હિસાબથી જજપાની આ ધમકી ભાજપ માટે ખુબ પરેશાની ઉભી કરી શકે છે. એ યાદ રહે કે એક દિવસ પહેલા જ દુષ્યંત ચૌટાલાના નાના ભાઇ દિગ્વિજય ચૌટાલાએ કહ્યું હતું કે પાર્ટી આગામી પગલુ બેઠક બાદ ઉઠાવશે આ પહેલા જજપા નેતા અને પૂર્વ સાંસદ અજયસિંહ ચૌટાલાએ કહ્યું હતું કે કેન્દ્રે પ્રદર્શન કરી રહેલા કિસાનોને ન્યુનતમ સમર્થન મૂલ્ય એમએસપી પર લેખિત આશ્વસાન આપવામાં કોઇ વાંધો હોવો જાેઇએ નહીં તેમણે કહ્યું હતું કે જયારે કેન્દ્રીય કૃષિ મંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત કહી રહ્યાં છે કે એમએસપી જારી રહેશે તો કાનુનમાં તે એક લાઇન લખવામાં શું મુશ્કેલી છે.
એ યાદ રહે કે દાદરી વિધાનસભા ક્ષેત્રથી અપક્ષ ધારાસભ્ય સોમબીર સાંગવાને હરિયાણાના ભાજપ જજપા સરકારને કિસાન વિરોધી બતાવી હતી અને આંદોલનને સમર્થન આપ્યું હતું સાંગવાને કહ્યું હતું કે આ સરકાર કિસાનોની સાથે હમદર્દી રાખવાની જગ્યાએ તેને રોકવા માટે પાણીના ફુવારા ટીયર ગેસના સેલ જેવા તમામ ઉપાયોનો ઉપયોગ કરી રહી છે હું એવી સરકારને મારૂ સમર્થન જારી રાખી શકુ નહીં.HS