એમજી મોટર ઇન્ડિયાએ રૂ.2 કરોડ તબીબી સહાય માટે દાનમાં આપ્યા
મુંબઈ, કટોકટીની આ ઘડીએ, અમે કોવિડ -19 ના રોગચાળાને ફેલાવવા સામે લડવા માટે ભારત સરકારની સાથે ઉભા છીએ. અમે સમજીએ છીએ કે આ પ્રયાસમાં ભારત સરકારને વિશાળ સંસાધનોની જરૂર પડશે. સામાજિક જવાબદાર સંગઠન તરીકે, એમજી મોટર ઇન્ડિયાએ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ કે જે તબિબી સેવાઓ ગુરુગ્રામ અને હાલોલ (વડોદરા) ખાતે કે જયાં કારમેકરની સુવિધાઓ સ્થિત છે ત્યાં પૂરી પાડે છે તેમને માટે આજે 2 કરોડ રૂ. ના સહાયની જાહેરાત કરી- તબીબી કર્મચારીઓ અને સમાજના વંચિત વર્ગના આરોગ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે.
જ્યારે રૂ. 1 કરોડનું યોગદાન સીધી કંપની તરફથી આવશે,અને તેના કર્મચારીઓએ પણ બીજા 1 કરોડનુ દાન આપવાનું વચન આપ્યું છે. યોગદાનમાં હાથમોજા, માસ્ક, વેન્ટિલેટર, દવાઓ અને પથારી વગેરેનો સમાવેશ ગુરુગ્રામ અને હાલોલ (વડોદરા) માં તબીબી સહાય પૂરી પાડતી ચોક્કસ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓની ખાસ જરૂરિયાતને માટે છે.
તેની ડીલરશીપ અને વર્કશોપમાં કર્મચારીઓની સલામતી અને સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, કાર ઉત્પાદક દેશભરમાં તેમના 5000 કર્મચારીઓ માટે ઉન્નત વીમા કવચ સુનિશ્ચિત કરવા ડીલરોને સન્માન અને સલાહ આપી રહ્યો છે.