એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરાઈ
અમદાવાદ: દેશના યુવાધનને નશાના રવાડે ચઢાવીને કેટલાક અસામાજિક તત્વોએ જાણે કે દેશની ભાવી પેઢીને બરબાદીના પંથે લઇ જવાનો કારસો રચ્યો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ માફિયા બેફામ બન્યા છે તે જાેતાં એમ લાગી રહ્યું છે કે જાે આમ જ ચાલતું રહેશે તો ગુજરાતને ‘ઊડતા ગુજરાત’ બનતા વધુ સમય નહીં લાગે. શહેરમાં વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસ સફળ થઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બારેજા ગામથી જેતલપુર ગામ તરફના હાઈ-વે પર બ્રિજના નાકે ડ્રગ્સની હેરાફેરી થવાની છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ વૉચ ગોઠવીને બે આરોપીને ઝડપી લીધા છે.
ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા ૭ લાખના ૭૦ ગ્રામ એમ ડી ડ્રગ્સ સાથે શાહઆલમના મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુ પઠાણ અને મુંબઈના યાકુબ પલસારાને ઝડપી લીધા છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુએ મુંબઈના મુસ્તાક નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું. યાકુબ પલસારા નામનો આરોપી મુસ્તાક પાસેથી આ જથ્થો લઈને ડિલિવરી આપવા માટે હોન્ડા સિટી કાર લઇને આવ્યો હતો. ડિલિવરી દરમિયાન બંને આરોપી ઓ ઝડપાઈ ગયા છે.
હાલ પોલીસે આ બંને આરોપીની પૂછપરછ શરૂ કરીને તેઓએ અત્યારસુધીમાં કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી છે? મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુ અમદાવાદમાં ડ્રગ્સ કોને અને કેવી રીતે વહેંચતો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના અનેક બનાવો સામે આવ્યા છે. હવે આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. વાસણા પોલીસે પીધેલા યુવકને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેથી યુવકના પિતાએ પોલીસ કોન્સ્ટેબલ સાથે માથાકૂટ કરીને ઝપાઝપી કરીને ધમકી આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
વાસણા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાવેશ કુમારે દીપલભાઈએ સતીશ ચૌહાણ અને સોમાજી ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ કર્મચારીઓ બીટ ચોકી ખાતે ફરજ પર હાજર હતા તે દરમિયાનમાં એક ભાઈ પોલીસ કર્મચારી પાસે આવ્યા હતા અને કહ્યું કે, તમે મારા દીકરાને કેમ જેલમાં પૂર્યો છે? પોલીસે જણાવ્યું કે, તમારો દીકરો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે, આથી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.