એમપીના વાહનચાલકો દાહોદ સુધી પેટ્રોલ-ડીઝલ પૂરાવવા આવી રહ્યા છે
વડોદરા, અત્યારે ચારેબાજુ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવની ચર્ચા ચાલી રહી છે. સામાન્યપણે જ્યારે ભાવ વધવાનો હોય તેના એક દિવસ પહેલા પેટ્રોલ પંપ પર ભીડ જાેવા મળતી હોય છે, પરંતુ દાહોદના પેટ્રોલ પંપ પર અત્યારે મોટો ધસારો જાેવા મળી રહ્યો છે. અને આની પાછળનું કારણ ગુજરાત નહીં પણ મધ્યપ્રદેશના વાહનચાલકો છે.
દાહોદના પેટ્રોલ પંપ પર અત્યારે તમને મોટી સંખ્યામાં મધ્યપ્રદેશના રજિસ્ટ્રેશન વાળા વાહનો જાેવા મળી શકે છે. ત્યાંના લોકો અહીં સુધી ઈંધણ પૂરાવવા આવતા હોવાનું કારણ બે રાજ્યોના ભાવ વચ્ચેનો તફાવત છે.
મધ્યપ્રદેશના ડ્રાઈવર જાે અહીંયા ઈંધણ માટે આવે છે તો પેટ્રોલ પર પ્રતિ લીટર ૧૩ રુપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર બે રુપિયા બચત થઈ શકે છે. આ જ કારણોસર તેઓ વધારે અંતર કાપીને પણ અહીં આવવાનું પસંદ કરે છે.
ગુજરાતની સરહદ પાસે આવેલા મધ્યપ્રદેશના વિસ્તારોમાં અત્યારે પેટ્રોલની કિંમત ૧૧૯ રુપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત ૧૦૨ રુપિયા પ્રતિ લીટર છે.
તેની સરખામણીમાં દાહોદમાં અત્યારે પેટ્રોલની કિંમત ૧૦૬ રુપિયા પ્રતિ લીટર છે અને ડીઝલનો ભાવ ૧૦૦.૫ રુપિયા પ્રતિ લીટર છે. મધ્યપ્રદેશમાં ગુજરાત બોર્ડર પાસે આવેલા પિતોલમાં સ્થિત એક પેટ્રોલ પંપના સંચાલક હુસૈન પિતોલવાલા જણાવે છે કે તેમનો વેપાર આ કારણે ઘણો પ્રભાવિત થયો છે.
હુસૈન જણાવે છે કે, વેચાણમાં નોંઘપાત્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે. લોકોને માટે આઠ-નવ કિલોમીટર દૂર મુસાફરી કરીને ગુજરાત જઈને ઈંધણ પૂરાવવું વધારે યોગ્ય લાગે છે.
અને કોમર્શિયલ વાહનોની વાત કરીએ તો, ડીઝલની કિંમતમાં બન્ને રાજ્યોમાં સામાન્ય તફાવત હોવા છતાં મોટા વાહનો ગુજરાત જવાનું પસંદ કરે છે કારણકે તેમણે વધારે પ્રમાણમાં ઈંધણ જાેઈતું હોવાને કારણે સરવાળે તેમને ફાયદો થાય છે.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે નાગરિકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે મોંઘવારી ઘટાડવા માટે તેમણે ચોક્કસ પગલાં લેવા જાેઈએ.SSS