એમરલ્ડના કર્મચારીઓએ પગાર, અન્ય ભથ્થા માટે પોલીસ સમક્ષ રજુઆત કરી
(એજન્સી) અમદાવાદ, એમેરલ્ડ હોન્ડાના સંચાલકો કરોડો રૂપિંયાનું ફૂલેકુૃ ફેરવી વિદેશ ભાગી ગયા છે. તેમના જુદા જુદા શો રૂમ પર કામ કરતા કર્મર્ચારીઓને પગાર અને અન્ય ભથ્થા પણ ચુકવ્યા નથી. આ મામલે ગાંધીનગર શો રૂમના કર્મચારીઓએ ગાંધીનગર પોલીસ સમક્ષ આ બાબતે લેખિતમાં રજુઆત કરી છે.
લેબર કમિશ્નરને પણ ન્યાય અપાવવા માટે અરજ કરવામાં આવી છે. સંખ્યાબંધ કારગ્રાહકોને પડી રહેલી તકલીફ અંતર્ગત ગ્રાહક સુરક્ષા ફોરમમાં પણ ફરીયાદો થઈ રહી છે.
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા એમલ્ડ હોન્ડાનો શો રૂમ એકાએક જ બંધ થઈ જતાં અને ત્યાં લેણદારોએ શો રૂમની જગ્યા પર કબજાે મેળવી લીધો છે. તેને પગલે કર્મચાીઓ બેકાર થઈ ગયા છે. માત્ર આંબાવાડી જ નહીં પરંતુ ગાંધીનગર, સુરેન્દ્રનગર, સહિત રાજ્યભરમાં ચાલતા એમરલ્ડના તમામ શો રૂમના પાટીયા પડી ગયા છે અને લગભગ પ૦૦ જેટલા કર્મચારીઓ બેરોજગાર-બેકાર બની ગયા છે.
ગાંધીનગર સ્થિત શો રૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓનો આક્ષેપ છે કે સંચાલકોએ ઉઠમણું કર્યુ અને લેણદારોએ જગ્યાનો કબજાે લઈ લીધો ત્યારે તેમને રીતસર શો રૂમમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. અન તેમની કોઈ વાત સાંભળવામાં આવી નહોતી કે તેમને શો રૂમમાંથી પોતાની વસ્તુઓ પણ લેવા દેવામાં આવી નહોતી.
સંચાલકોએ ઉઠમણું કરવાનું મન બનાવી લીધુ હોવાથી કર્મચારી ઓને પગાર આપવાનું પણ બંધ કરી દીધુ હતુ. અને તેમને અન્ય ભથ્થા ચુકવવાના હોઈ તે પણ ચુકવ્યા નહોતા. લાચાર કર્મચારીઓએ ગાંધીનગર પોલીસ અને લેબર કમિશ્નર સમક્ષ ન્યાય અપાવવા માટેે રજુઆત કરી છે.