એમિક્રોનથી સ્થિતિ હજી વધુ ખરાબ થશે: WHO

નવી દિલ્હી, ઓમિક્રોન વેરિએન્ટે દેખા દીધા બાદ વિવિધ દેશોમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને ચેતવણી આપી છે કે, હજી સ્થિતિ વધારે ખરાબ થાય તેવી શકયતા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશના વરિષ્ઠ ઓફિસર કેથરીન સ્મોલવૂડનુ કહેવુ છે કે, બહુ જલ્દી બધુ થાળે પડી જશે તેવુ કહી શકાય તેમ નથી.સ્થિતિ હજી પણ ખરાબ થઈ શકે છે. તેમણે કહ્યુ હતુ કે, ઓમિક્રોન જેટલો વધારે ફેલાય છે તેટલી વખત વાયરસના સ્વરુપમાં વધુ ફેરફાર થવાની શક્યતા રહે છે.તેનાથી નવો વેરિએન્ટ પેદા થવાની સંભાવના વધી જાય છે.
ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટ કરતા વધારે ઘાતક નથી અને તેનાથી મોત પણ ઓછા થઈ રહ્યા છે.જાેકે જાે કોઈ નવો વેરિએન્ટ સામે આવ્યો તો તે કેટલો ખતરનાક હશે તે કહી શકાય તેમ નથી.
કેથરિને કહ્યુ હતુ કે, આ મહામારી શરુ થઈ ત્યારથી યુરોપમાં જ ૧૦ કરોડ કેસ નોંધાયા છે.૨૦૨૧ના અંતિમ સપ્તાહમાં જ ૫૦ લાખ નવા દર્દીઓ સામે આવ્યા હતા.હાલની સ્થિતિ બહુ ખતરનાક છે.ઓમિક્રોન સંક્રમણથી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા ઓછી છે પણ તેનાથી નવા કેસ એટલા વધી રહ્યા છે કે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી શકે છે અને મોતનો આંકડો પણ વધી શકે છે.SSS