એમેઝોને પ્રાઇમ ડે · 6 અને 7 ઑગસ્ટે નવી પ્રોડક્ટ લોન્ચ
· 6 અને 7 ઑગસ્ટે નવી પ્રોડક્ટ લોન્ચ, બેસ્ટ ડીલ્સ, બ્લૉકબસ્ટર મનોરંજન અને બીજી અનેક ઑફર્સની મજા માણો
· પ્રાઇમ સાથે – લૂડો કિંગ (ભારતમાં ડાઉનલોડ કરાયેલી #1 મોબાઇલ ગેમ) અને વર્લ્ડ ક્રિકેટ ચેમ્પિયનશીપ 3 સહિત – લોકપ્રિય મોબાઇલ ગેમ ઉપર નવા કન્ટેન્ટની સાથે સાથે ફ્રી ઇન-ગેમ કન્ટેન્ટનો આનંદ ઉઠાવો
· HDFC બેન્ક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ અને EMI ટ્રાન્ઝેક્શન ઉપર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે મહાબચત કરો, એમેઝોન પે દૈનિક ચૂકવણીઓ ઉપર રિવોર્ડ્સ, એમેઝોન પે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ્સ ઉપર ડિસ્કાઉન્ટ અને બિલ પેમેન્ટ ઉપર એલેક્સા એક્સક્લુઝિવ ઑફર્સ
જુલાઇ, 2020 – આ ઑગસ્ટ મહિનામાં, એમેઝોન ભારતમાં તેના પ્રાઇમ મેમ્બર્સને પ્રાઇમ ડેના માધ્યમથી અનેરો આનંદ માણવાની તક પૂરી પાડી રહ્યું છે. ભારતમાં હવે તેના ચોથા વર્ષમાં પ્રવેશની સાથે, 6 ઑગસ્ટ ગુરુવારના રોજ મધ્યરાત્રીથી પ્રાઇમ ડે શરૂ થશે અને 48 કલાક સુધી તેનો લાભ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન પ્રાઇમ મેમ્બર્સ પૂરા બે દિવસ માટે પોતાના ઘરે બેઠા-બેઠા સુવિધાનજક અને સલામત રીતે શોપિંગ, બચત અને બ્લૉકબસ્ટર મનોરંજનની સર્વશ્રેષ્ઠ ઑફર્સની મજા માણવાની તક પ્રાપ્ત કરી શકશે.
એમેઝોન ઇન્ડિયાના SVP અને કન્ટ્રી મેનેજર અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, “સર્વશ્રેષ્ઠ ડીલ્સ, હજારો નવી પ્રોડક્ટ લોન્ચ, બ્લૉકબસ્ટર મનોરંજન અને બીજી અનેક ચીજ-વસ્તુઓ સાથે બે દિવસ (6-7 ઑગસ્ટ) ભરપૂર આનંદ પૂરો પાડવા, અમારા મેમ્બર્સને આ વર્ષે વિશેષ અવસરો પૂરા પાડવા પ્રાઇમ ડે ફરી આવી ગયો છે. અમારા મેમ્બર્સ તેમના ઘરે બેઠા-બેઠા સલામત રીતે તેનો લાભ ઉઠાવી શકે છે.”
તેમણે ઉમેર્યુ હતુ કે, “અમે ખૂબ જ રોમાંચ અનુભવીએ છીએ કે મેમ્બર્સ પ્રાઇમ ડેની પહેલા તેનો આનંદ માણવાનું શરૂ કરી શકે છે અને લોકલ સ્ટોર્સ, કારિગર અને સહેલી ઉદ્યમીઓ સહિત હજારો નાના વ્યવસાયો પાસેથી દરેક ખરીદી વખતે કેશબેક કમાવવાનો લાભ ઉઠાવી શકે છે. બીજી તરફ પ્રાઇમ ડે આ મુશ્કેલ સમયમાં તેમના વ્યવસાયને સહાયતા પણ પૂરી પાડી શકે છે.”
હજારો લઘુ અને મધ્યમ વ્યવસાયો (SMB), આ પ્રાઇમ ડે દરમિયાન પ્રાઇમ મેમ્બર્સને વિશિષ્ટ પસંદગીની તક પૂરી પાડશે, જે તેમને તાજેતરના પડકારોના બંધનો તોડવામાં મદદરૂપ બને છે.
મેમ્બર્સને લોકલ શોપ્સ, એમેઝોન લોંચપેડ, એમેઝોન સહેલી અને એમેઝોન કારિગર જેવા વિવિધ કાર્યક્રમો અંતર્ગત હજારો એમેઝોન વિક્રેતાઓની વિશિષ્ટ પ્રોડક્ટમાંથી પસંદગીની અને ખરીદીની તક પ્રાપ્ત થશે અને સાથે સાથે તેઓ લાખો નાના વ્યવસાયો દ્વારા ઉપલબ્ધ કરાવાતી ડીલ્સ અને ઑફર્સનો આનંદ પણ માણી શકશે. પ્રાઇમ ડેના સમયગાળા દરમિયાન, મેમ્બર્સ તેમની પ્રાઇમ ડેના રોજ કરેલી ખરીદીઓ ઉપર રૂ.200* સુધી 20% કેશબેક મેળવવા માટે SMB દ્વારા ઉપલબ્ધ કરાતી લાખો પ્રોડક્ટમાંથી ખરીદી કરી શકે છે.
પ્રાઇમનો આનંદ ભારત સહિત 19 દેશોમાં 150 મિલિયનથી વધારે પ્રાઇમ મેમ્બર્સ દ્વારા ઉઠાવવામાં આવે છે. શું તમે હજી સુધી તેના મેમ્બર નથી? પ્રાઇમ લાભોનો આનંદ ઉઠાવવા amazon.in/prime ઉપર રૂ.129/માસ પર પ્રાઇમ સાથે જોડાઓ અને ફ્રી ડિલિવરી, અનલિમિટેડ વીડિયો, એડ-ફ્રી મ્યુઝિક, એક્સક્લુઝિવ ડીલ, લોકપ્રિય મોબાઇલ ગેમ ઉપર ફ્રી ઇન-ગેમ કન્ટેન્ટ અને બીજી અનેક વસ્તુઓનો પ્રાઇમ લાભોનો આનંદ ઉઠાવો.