એમેઝોન ઈન્ડિયાએ ગ્રાહકોની જરૂરતોને પહોંચી વળવા માટે સ્વતંત્ર કોન્ટ્રાક્ટરોની નિમણૂંક કરી
બેન્ગલુરુ, 22 મે, 2020ઃ ભારતે કોવિડ-19 મહામારી સામે લડાઈમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા માટે ચાલુ રાખ્યું છે ત્યારે એમેઝોન ઈન્ડિયા સમુદાયો માટે મહત્ત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડવા, તેમને ઘેરબેઠાં તેમના પરિવાર માટે જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તેમાં મદદરૂપ થવા માટે ભારપૂર્વક અજોડ ભૂમિકા ભજવવામાં માને છે. એમેઝોન ઈન્ડિયાએ આજે ખાસ કરીને ઘરમાંથી બહાર નીકળી શકતા નથી અને એમેઝોન સર્વિસ પર આધાર રાખે છે તેવા લોકો પાસેથી વધતી માગણીને પહોંચી વળવા માટે લગભગ 50,000 મોસમી ભૂમિકાઓ શરૂ કરી છે. તેમનાં ફુલફિલમેન્ટ સેન્ટરો અને ડિલિવરી નેટવર્કમાં આ વિવિધ પ્રકારની ભૂમિકાઓમાં એમેઝોન ફ્લેક્સ સાથે સ્વતંત્ર કોન્ટ્રાક્ટરો તરીકે કામ કરવાની પાર્ટ- ટાઈમ સાનુકૂળ તકોનો સમાવેશ થાય છે.
આ સહયોગીઓ એમેઝોન ઈન્ડિયાના ફુલફિલમેન્ટ અને ડિલિવરી નેટવર્કમાં અન્ય હજારો સહયોગીઓ સાથે જોડાશે અને તેમને વધુ કાર્યક્ષમ રીતે ગ્રાહકોના ઓર્ડરો લેવા, પેક કરવા, શિપ અને ડિલિવરી કરવા માટે સહાય કરશે.
કોવિડ-19 મહામારીમાંથી અમે એ શીખ્યા છીએ કે અમારા ગ્રાહકો તેમ જ નાના વેપારો અને અર્થવ્યવસ્થા માટે એમેઝોન અને ઈકોમર્સ કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અમે આ જવાબદારીને ગંભીરતાથી લીધી છે અને આ મુશ્કેલ સમયમાં અમારા ગ્રાહકોનોને સેવા આપવા માટે નાના અને અન્ય વેપારોને મદદરૂપ થવા માટે અમારી ટીમો કામ કરી રહી છે તે માટે અમને ગૌરવની લાગણી થાય છે.
અમે ભારતભરમાં ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ચાલુ રાખીને તેમને જરૂરી છે તે બધું તેમને મેળવવામાં મદદરૂપ થવાનું ચાલુ રાખવા માગીએ છીએ. આ માટે અમે અમારા ફુલફિલમેન્ટ અને ડિલિવરી નેટવર્કમાં 50,000 મોસમી સહયોગીઓ માટે કામ કરવાની તકો ઊભી કરી છે. આને કારણે આ મહામારીના સમયમાં પણ તેમને માટે સુરક્ષિત કાર્ય વાતાવરણ પૂરું પાડવા સાથે શક્ય તેટલા લોકો કામ કરતા રહેશે, એમ એમેઝોનના કસ્ટમર ફુલફિલમેન્ટ ઓપરેશન્સ, એપીએસી, એમઈએનએ અને એલએટીએએમના વીપી અખિલ સકસેનાએ ઝણાવ્યું હતું.
આ તકો નિર્માણ કરવા સાથે એમેઝોન તેના સહયોગીઓ, ભાગીદારો, કર્મચારીઓ અને ગ્રાહકોના આરોગ્ય અને સુરક્ષા પ્રત્યે કટિબદ્ધ રહેશે અને તેમના સ્વાસ્થ્ય કલ્યાણ માટે અનેક પગલાં લીધાં છે. કંપનીએ તેના લોકોની સુરક્ષા માટે તેમની કામગીરીમાં 100 જેટલા નોંધનીય પ્રક્રિયા ફેરફારો કર્યા છે, જેમાં ફરજિયાત રીતે મોઢું ઢાંકવું, ઈમારતોમાં રોજ ટેમ્પરેચર તપાસ, સર્વ સાઈટ્સ ખાતે સફાઈની વધુ સાતત્યતા અને ઘનતા સાથે વારંવાર સ્પર્શ થતી સપાટીઓનું નિયમિત સેનિટાઈઝેશન અને હાથ ધોવા અને હેન્ડ સેનિટાઈઝેશનની સુરક્ષાની આવશ્યકતાઓ પર સહયોગીઓમાં જાગૃતિ નિર્માણ કરવાનો સમાવેશ થાય છે