એમેઝોન પ્રોઈમ પર ક્રાઇમ થ્રીલરમાં અભિષેક બચ્ચનની ઓનસ્ક્રીન ડેબ્યૂ જોવા મળશે

એમેઝોન પ્રાઇમ વીડિયોએ અભિષેક બચ્ચનનો તેની આગામી તદ્દન નવી એમેઝોન ઓરિજીનલ બ્રીધ: ઇનટુ ધી શેડોઝમાં પ્રથમ લૂક રજૂ કર્યો
મુંબઇ, એમેઝોન ઓરિજીનલ બ્રીધઃ ઇનટુ ધી શેડોઝની પાછલા સપ્તાહે લોન્ચીંગ તારીખની જાહેરાત કરવાને પગલે એમેઝોન પ્રામ વીડિયોએ આ ફિલ્મમાં અત્યંત લોકપ્રિય એવા અભિષેક બચ્ચનનો પ્રથમ લૂક આજે જારી કર્યો છે. તદ્દન નવી ક્રાઇમ થ્રીલરનું સર્જન અને નિર્માણ એબન્શિયા એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને તે બોલિવુડના ટોચના અભિનેતા અભિષેક બચ્ચનની ડિજીટલ ડેબ્યૂનું પ્રતીક છે. આ સિરીઝમાં અમિત સાધને પણ જોઇ શકાશે જે સિનીયર ઇન્સ્પેક્ટર કબીર સાવંત તરીકેની પોતાની ભૂમિકા નિભાવે છે. 10 જુલાઇ 2020ના રોજ રજૂ થવા માટે સજ્જ આ એમેઝોન ઓરિજીનલમાં લોકપ્રિય અભિનેતાઓ નિત્યા મેનેન અને સૈયામી ખેરનો ગવી ભૂમિકામાં સમાવેશ થાય છે. ઊંચી આશાઓ સેવવામાં આવતી એમેઝોન રિજીલ સિરીઝને વિશ્વના 200 દેશો અને પ્રાંતોમાં ફક્ત એમેઝોન પ્રાઇમ વીડિયો પર લોન્ચ કરવામાં આવશે.
અભિષેક બચ્ચનનો આ સિરીઝમાં પ્રથણ લૂક ઘાટો અને રોષમાં જોવા મળે છે, કેમ કે તે ગૂમ થયેલા બાળકના પેમ્ફ્લેટમાં ઊંડો ભાવ વ્યક્ત વ્યક્ત કરે છે. સંપૂર્ણતઃ પહેરવેશમાં અભિષેક ગૂઢ અને પ્રભાવશાળી દેખાય છે.
આ પહેરવેશ અંગે અભિષેક બચ્ચને પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે “એમેઝોન ઓરિજીનલ બ્રીધઃઇનટુ ધી શેડોઝ સાથે ડિજીટલ ઓનસ્ક્રીન ડિજીટલ ડેબ્યૂ કરવાનો રોમાંચ પાછલા શુક્રવારે કરેલી તાજેતરની જાહેરાતને પગલે શરૂ થઇ ગયો છે. જ્યારથી શોની લોન્ચ તારીખ અંગેની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી મને જે પ્રેમ અને સમર્થન પ્રાપ્ત થયું છે તેણે નવા પ્રેક્ષકો સાથે જોડાવાના હેતુથી સતત વિકસતી મારી માન્યતાને પુનઃસ્થાપિત કરી છે. મારી પ્રથમ ડિજીટલ સિરીઝના લોન્ચથી હું ભારે આનંદ અનુભવુ છુ જે આકર્ષક, શૈલી નિર્ધારિત કરતા કન્ટેન્ટ જેને અમારી સુગમતાએ ઉપયોગ કરવા સમર્થ બન્યા છીએ તેનું અત્યંત યોગ્ય ઉદાહરણ છે. અમે ધીમે ધીમે બ્રીધઃઇનટુ ધી શેડોઝને વિશ્વમાં રજૂ કરવા જઇ રહ્યા હોવાથી તે દિવસોની હું નિશ્ચિતપણે પ્રતીક્ષા કરી રહ્યો છું.”
આ સિરીઝનું સર્જન અને નિર્માણ એબડેન્શિયા એન્ટરટેઇનમેન્ટ દ્વારા અને સર્જન અને દિગ્દર્શન મયંક શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આ શોને ભવાની ઐયર, વિક્રમ તુલી, અર્શદ સૈયદ અને મયંક શર્મા દ્વારા ચપળતાપૂર્વક લખવામાં આવ્યો છે. આ શોનું ટ્રેલર 1 જુલાઇ 2020ના રોજ રજૂ થાય તેવી શક્યતા છે.
બ્રીધઃઇન્ટુ ધી શેડોઝ પ્રાઇમ વીડિયો કેટેલોગમાં હોલિવુડ અને બોલિવુડના હજ્જારો ટીવી શો સાથે જોડાશે. જેમાં ભારતીય નિર્મિત એમેઝોન ઓરિજીલ સિરીઝ જેમ કે ફોર મોર શોટ્સ પ્લીઝ, પાતાલ લોક, ધો ફોરગોટ્ટેન આર્મીઃ આઝાદી કે લિયે, ધી ફેમિલી મેન, મિરઝાપુર, ઇન્સાઇડ એજ અને મેઇડ ઇન હેવન તેમજ એવોર્ડ વિજેતા અને વિવેચકો દ્વારા વખાણાયેલી ટોમ ક્લેન્સીઝ જેક ર્યાન, ધી બોયઝ, હંટર્સ, ફ્લીબેગ અને ધી માર્વેલસ મીસીસ મૈસલ સહિતની વૈશ્વિક એમેઝોન ઓરિજીનલ સિરીઝ પ્રાઇમ વીડિયોઝ એમેઝોન પ્રાઇમ સભ્યો માટે કોઇ પણ વધારાના ખર્ચ વિના ઉપલબ્ધ બનશે. આ સર્વિસમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, તામિલ, કન્નડ, મલયાલમ, પંજાબી અને બંગાળીમાં ઉપલબ્ધ ટાઇટલ્સનો પણ સમાવેશ થાય છે.
પ્રાઇમ સભ્યો ગમે ત્યાંથી અને ગમે તે સમયે આ ટાઇટલ્સ કોઇ પણ ડિવાઇસ જેમ કે સ્માર્ટ ટીવી, મોબાઇલ ડિવાઇસિસ, ફાયર ટીવી સ્ટિક, ફાયર ટેબ્લેટ્સ, એપલ ટીવી, એરટેલ, વોડાફોન વગેરે પર જોઇ શકશે. પ્રાઇમ વીડિયો એપમાં પ્રાઇમ સભ્યો તેમના મોબાઇલ ડિવાઇસ અને ટેબ્લેટ્સમાં એપિસોડ ડાઇનલોડ કરી શકે છે અને ગમે ત્યાંથી ઓફલાઇન વધારાના ખર્ચ વિના જોઇ શકે છે. પ્રાઇમ વીડિયો ભારતમાં પ્રાઇમ સભ્યોને વાર્ષિક ફક્ત રૂ. 999માં અને મહિને રૂ. 129માં ઉપલબ્ધ છે, નવા ગ્રાહકો વધુ www.amazon.in/prime શોધી શકે છે અને 30 દિવસની વિના મૂલ્યે ટ્રાયલ માટે સબસ્ક્રાઇબ કરી શકે છે.