Western Times News

Gujarati News

એમેઝોન ભારતમાં 10 નવાં ફુલફિલમેન્ટ સેન્ટરો ખોલ્યા

આ નવાં એફસી દિલ્હી, મુંબઈ, બેન્ગલોર, પટના લખનૌ, કોલકતા, હૈદરાબાદ, ચેન્નાઈ, લુધિયાણા અને અમદાવાદમાં સ્થાપવામાં આવ્યાં છે.

એમેઝોન ઈન્ડિયાએ આજે 10 નવાં ફુલફિલમેન્ટ સેન્ટર્સ (એફસી) અને 7 મોજૂદ ઈમારતોના વિસ્તાર સાથે ભારતમાં તેના ફુલફિલમેન્ટ નેટવર્કનું વિસ્તરણ કર્યાની ઘોષણા કરી હતી. આ વિસ્તરણ સાથે એમેઝોન ઈન્ડિયાનાં હવે 32 મિલિયન ક્યુબિક ફીટની કુલ સ્ટોરેજ ક્ષમતા સાથે 15 રાજ્યમાં 60થી વધુ એફસી છે.

નવાં એફસીમાં વિશાળ ઉપકરણો અને ફર્નિચર કેટેગરી અને રિસીવ સેન્ટરો માટે એફસીના વિશિષ્ટ નેટવર્કનો સમાવેશ થાય છે. એમેઝોન ઈન્ડિયાનું ફુલફિલમેન્ટ નેટવર્ક 8 મિલિયન ચોરસફૂટથી વધુ ફ્લોર એરિયામાં ફેલાયેલું છે, જે લાખ્ખો ચીજવસ્તુઓને સમાવતાં 100 ફૂટનાં મેદાનોની જમીનના આકારથી પણ મોટું બની શકે છે.

અખિલ સકસેના, વીપી, કસ્ટમર ફુલફિલમેન્ટ ઓપરેશન્સ, એપીએસી, એમઈએનએ અને એલએટીએએમ, એમેઝોન ઈન્ડિયાએ જણાવ્યું કે, સ્ટોરેજ ક્ષમતામાં વધારો ભારતમાં રોકાણ કરવાની અમારી લાંબા સમયની કટિબદ્ધતાના ભાગરૂપ છે અને અમને અમારા ગ્રાહકો અને અમારા કાર્યબળને સુરક્ષિત રાખીને ભારતીય ગ્રાહકોને જરૂરી બધું જ મેળવવામાં મદદરૂપ થવાની ખુશી છે.

60થી વધુ ફુલફિલમેન્ટ સેન્ટરોના વિસ્તારિત નેટવર્ક સાથે અમે સ્પર્ધાત્મક પગાર સાથે હજારો નોકરીની તકો નિર્માણ કરવા માટે ઉત્સુક છીએ. ઈન્ફ્રાસ્ટ્રક્ટર અને ટેકનોલોજીમાં અમારા રોકાણે વિક્રેતાઓને એમેઝોનની ફુલફિલમેન્ટ ઓફરોને વિક્રેતાઓને નિકટવર્તી પહોંચ આપવાનો, પ્રોડક્ટોની વ્યાપક પસંદગી પર ગ્રાહકોને ઝડપી ડિલિવરી અને પેકેજિંગ, પરિવહન અને લોજિસ્ટિક્સ જેવા સંલગ્નિત વેપારોની મદદરૂપ થવાનો છે

અમે સ્થાનિક સમુદાયોને સમૃદ્ધ બનાવવા અને કશુંક પાછું આપવા કટિબદ્ધ રહ્યા છીએ અને અમારાં અમુક ભાવિ એકમો આસપાસ સમુદાયોને અર્થપૂર્ણ રીતે યોગદાન અને ટેકો આપવા માટે સ્થાનિક સ્કૂલો અને જૂથો સાથે કામ કરવા માટે ઉત્સુક છીએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ નવાં એફસી દિલ્હી, મુંબઈ, બેન્ગલોર, પટના લખનૌ, કોલકતા, હૈદરાબાદ, ચેન્નાઈ, લુધિયાણા અને અમદાવાદમાં સ્થાપવામાં આવ્યાં છે. આ વિસ્તરણ દેશભરમાં તેના ગ્રાહકો અને વિક્રેતાઓ માટે સ્માર્ટ, ઝડપી અને વધુ સાતત્યતાનો અનુભવ પ્રદાન કરે તે રીતે તૈયાર કરાયું છે.

બધાં નવાં ફુલફિલમેન્ટ સેન્ટરો તહેવારની મોસમ પૂર્વે કાર્યરત થઈ જશે, જેને લીધે ગ્રાહકો ઘરમાં સુરક્ષિત રહી શકશે અને તેમની જરૂરી વસ્તુઓ ઘેરબેઠા ડિલિવરી મેળવી શકશે.

આ પડકારજનક સમયમાં અને કોવિડ-19 પશ્ચાત યુગમાં ઈ-કોમર્સ ભારતની વૃદ્ધિ અને નોકરી નિર્મિતીમાં મુખ્ય પ્રેરક બની રહેશે. પ્રત્યક્ષ પ્રાપ્તિ ડિજિટલ લેણદેણને માર્ગ આપશે. ભારત હજુ પણ તેની ઈ-કોમર્સ ક્રાંતિના આરંભમાં છે. આ સેગમેન્ટ વૃદ્ધિ અને વિસ્તરણ પામશે તેમ એમેઝોને અમારા કિરાણા સ્ટોર્સ સાથે નિકટતાથી કામ કરતાં ભારતના લોકો માટે પ્રોડક્ટો માટે સુરક્ષિત પહોંચ પૂરી પાડશે,

જેથી બજારના વિસ્તરણમાંથી તેમને લાભ પણ મળશે અને પેકેજિંગ, ટ્રકિંગ અને કન્સ્ટ્રકશન જેવા ઉદ્યોગોને પણ આધાર મળશે. આ સર્વ ભારતની અર્થવ્યવસ્થા પર નોંધનીય રીતે ગુણાંકીય પ્રભાવ પાડશે.

મને એ જોઈને બેહદ ખુશી થાય છે કે એમેઝોને નિયમિત રીતે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. મને એ પણ ખુશી છે કે તે આપણી એમએસએમઈ, કળાકારીગરો અને કારીગરોને બજારને પહોંચ પૂરી પાડે છે, એમ નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે જણાવ્યું હતું.

એમેઝોને ભારતમાં અત્યાધુનિક ફુલફિલમેન્ટ નેટવર્કસમાંથી એક નિર્માણ કર્યા છે અને ભારતમાં વિક્રેતાઓને ફુલફિલમેન્ટ, વિશ્વસનીય રાષ્ટ્રવ્યાપી ડિલિવરી અને ગ્રાહક સેવામાં એમેઝોનની નિપુણતામાંથી લાભ મળે છે. ફુલફિલમેન્ટ બાય એમેઝોન (એફબીએ)નો ઉપયોગ કરવા સમયે ભારતભરના વિક્રેતાઓ તેમની પ્રોડક્ટો એમેઝોનની એફસીને મોકલે છે અને એક વાર ઓર્ડર અપાય એટલે એમેઝોન તે ત્યાંથી લે છે, પેક કરે છે અને ગ્રાહકને ઓર્ડર મોકલે છે, ગ્રાહક સેવા આપે છે અને વિક્રેતાઓ વતી રિટર્ન્સ પણ સંભાળે છે. હાલમાં જ રજૂ કરાયેલા રિસીવ સેન્ટરો પ્રોડક્ટ ભેગાં કરવાનાં સ્થળ છે, જ્યાં વિક્રેતાઓ ભારતમાં એમેઝોન એફસી નેટવર્કમાં વધુ વિતરણ માટે તેમની પ્રોડક્ટો શિપ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.