એમ્બ્યુલન્સમાં દર્દીઓની જગ્યાએ વિદેશી શરાબના જંગી જથ્થા સાથે 2 ઈસમો ઝડપાઈ જતા ભારે ખડભડાટ.
મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલ છોટાઉદેપુર જિલ્લામાંથી વિદેશી શરાબનો જથ્થો ઘુસાડવાના બુટલેગર ના વિચિત્ર ખેલો ભોય ભેગા..
રંગપુર પોલીસ તંત્રએ અટકાવેલ જી.જે 34 એચ 5410 નંબર ની એમ્બ્યુલન્સ વાન માંથી દર્દીના બદલે વિદેશી શરાબ ની 1090 બોટલો નો જંગી જથ્થો મળી આવ્યો..!!
ગોધરા,ગુજરાત માં દિવાળીના તહેવારો પૂર્વે સરહદી રાજ્યોમાંથી વિદેશી શરાબ ના જંગી જથ્થાને ઘૂસાડવા માટે બુટલેગરો અનેક વિવિધ પેતરાઓ કરતા હોય છે. બુટલેગરો ના કાંઈક આ જ પ્રકારના દાવપેચો માં કોઈક ને પણ સ્હેજ પણ શંકા ન જાય એવા અજમાવેલા એક ચોંકાવનારા કીમીયા માં મધ્યપ્રદેશ ની શરહદ ઉપર થી છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ કરેલા અને દર્દીનો જીવ બચાવવાના દેખાવ સાથે સાયરન વગાડતી ઝબુકતી લાઈટો સાથે પૂરઝડપે આવી રહેલી એમ્બુલન્સ વાન રાત્રે પેટ્રોલિંગ દરમિયાન રંગપુર પોલીસ તંત્રની ટીમે ચીસાડીયા રેલવે ઓવર બ્રિજ ઉપર અટકાવીને એમ્બ્યુલન્સ વાન ની તલાસી લેતા એમાં દર્દીના બદલે અંદાજે 1.46 લાખ રૂપિયાની કિંમતના વિદેશી શરાબની 1090 બોટલોનો જંગી જથ્થો મળી આવતા ખુદ પોલીસ તંત્ર મા પણ ગંભીર આશ્ચય સર્જાયું હતું.
રંગપુર પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, એક એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂ ભરીને લઈ જનાર છે. જેને લઇને રંગપુર પોલીસ સ્ટાફે અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી હતી, રંગપુર પોલીસ વોચ દરમિયાન ચિસાડિયા રેલવે ઓવર બ્રિજ પાસે ઉભા હતા. ત્યારે બાતમી મુજબની એક ઇકો એમ્બ્યુલન્સ નં.GJ-34-H-5410 આવતા તેને રોકીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 1090 બોટલ જેની કિંમત રૂ.1,46,700 મળી આવી હતી. જેથી રંગપુર પોલીસે વિદેશી દારૂ, એમ્બ્યુલન્સ, મોબાઈલ સાથે એમ્બ્યુલન્સ ચાલક દિલુભાઈ માલસિંગભાઈ રાઠવા, રહે.પટેલ ફળિયા, રોઝવા તા.જિ.છોટા ઉદેપુરને તથા તેની સાથે રહેલા એક બાળ કિશોરને કુલ રૂ. 3,99,700ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
(મનોજ મારવાડી, ગોધરા)