એમ્બ્યુલન્સ ડ્રાઈવરનો કોરોના સંક્રમિત યુવતી ઉપર બળાત્કાર
ડ્રાઈવરે એક દર્દીને એમ્બ્યુલન્સથી ઉતારી દીધી હતીઃ બીજી દર્દીને સુમસામ જગ્યા ઉપર લઈને દુષ્કર્મ આચર્યું હતું
કેરળ, કેરળના પટનામિટ્ઠા જિલ્લામાં બળાત્કારની કથિત ઘટનાએ સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ કથિત ઘટનામાં એમ્બ્યુલન્સના ડ્રાવરે કોરોના સંક્રમિત ૧૯ વર્ષની યુવતી પર બળાત્કાર ગુજાર્યો છે. આ ઘટના અરમમુલા વિસ્તારની છે. આ ઘટનામાં સંડોવાયેલા ડ્રાઈવરની ધરપકડ કરી લીધી હોવાનું પણ રિપોર્ટ્સમાં સામે આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું છે કે, એમ્બ્યુલન્સમાં બે દર્દીઓ હતા. ડ્રાઈવરે એક દર્દીને પહેલા ઉતારી દેવામાં આવી હતી.
આ પછી યુવતીને સુમસામ જગ્યા પર લઈ જવામાં આવી હતી. જ્યાં આ યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને પછી તેને કોવિડ કેર સેન્ટરમાં ઉતારી દેવામાં આવી. એક તરફ દેશમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે આ પ્રકારની ઘટના ચોંકાવનારી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હેલ્થ વર્કર દ્વારા બે મહિલાઓને બે અલગ-અલગ હોસ્પિટલ માટે એમ્બ્યુલન્સમાં મોકલવામાં આવી હતી. પોતાની સાથે બનેલી ઘટના અંગે ૧૯ વર્ષની દર્દીએ હોસ્પિટલ સ્ટાફને જણાવ્યું હતું, જે બાદ તેમણે પોલીસને આ વિશેની માહિતી આપી. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે આ કેસમાં તપાસ કરવામાં આવશે.
આ ઘટનામાં આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી છે. આ શખ્સની અગાઉ પર હત્યાના પ્રયાસના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં એ તપાસ પણ થઈ શકે છે કે હત્યાના પ્રયાસ જેવી ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને કઈ રીતે નોકરી આપવામાં આવી તે દિશામાં તપાસ થશે. ભારતમાં કોરોનાના ૪૧ લાખ કરતા વધારે કેસ સામે આવ્યા છે. કેરળમાં એક દિવસમાં સૌથી વધારે ૨,૬૫૫ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો ૮૪,૭૫૮ થઈ ગયો છે. જ્યારે વધુ ૧૧નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૩૭ થઈ ગયો છે. SSS