એમ્સ સુરક્ષા કર્મીઓ સાથે મારપિટના મામલે સોમનાથ ભારતી દોષિત
નવીદિલ્હી, દિલ્હીની એક અદાલતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીને ૨૦૧૬માં દાખલ એક મામલામાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એમ્સના સુરક્ષા કર્મચારીઓની સાથે મારપીટ કરવા માટે દોષી ઠેરવવામં આવ્યા છે અદાલતે આ મામલામાં ચાર અન્ય આરોપીઓને મુકત કર્યા છે.
સોમનાથ ભારતીને એમ્સ કર્મચારીની સાથે મારપીટ કરવા માટે આઇપીસીની ધારા હેઠળ મારપીટ કરવા સરકારી કર્મચારીઓના કામમાં અવરોધ ઉભો કરવા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે.આ તમામ મામલામાં વધુમાં વધુ બે વર્ષની સજાની જાેગવાઇ છે.
કોર્ટે આ મામલામાં આરોી બનાવવામાં આવેલ ચાર અન્ય લોકો જગત સૈની દિલીપ ઝા સંદીપ ઉર્ફે સોનુ અને રાકશ પાંડને મુકત કરી દીધા છે વર્ષ ૨૦૧૬માં એમ્સના મુખ્ય સુરક્ષા અધિકારીએ સુરક્ષા કર્મચારીઓથી મારપીટ મામલામાં હૌજ ખાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી ફરિયાદના આધાર પર પોલીસે સોમનાથ ભારતીની વિરૂધ્ધ તોફાન માટે ઉશ્કેરવાનો,સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો સરકારી કર્મચારીઓના કામમાં અવરોધ ઉભો કરવાનો અને કર્મચારીઓ સાથે બદમીજી કરવાની કલમોમાં એફઆઇઆર દાખલ કરી હતી.HS