એમ એસ પટેલની વડોદરા મ્યુ.કમિશનર તરીકે નિમણૂક
રાજ્ય સરકારે શુક્રવારે મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશનના કમિશનર એવા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિ.ના એમડી અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનના એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એમ એસ પટેલની વડોદરામાં મ્યુ.કમિશનર તરીકે નિમણૂક કરી છે. 2003ની બેચના સનદી અધિકારી એમ એસ પટેલ 2001માં તા.26 એપ્રિલથી તા.28 જૂન સુધી ડેપ્યુટી કમિશનર(વ) તરીકે વડોદરામાં ફરજ બજાવતા હતા અને ત્યારબાદ તેઓ સુરત કલેકટર પણ હતા.
બી.કોમ-એલએલબીનુ શિક્ષણ મેળવનાર મહેન્દ્ર પટેલની નિવૃત્તિના આડે 10 મહિના બાકી છે અને પાલિકાની ચૂંટણીના છ મહિના પહેલાં તેમનાં 60 વર્ષ પૂરા થઇ રહ્યાં છે તે નોંધનીય છે.
મહેન્દ્ર પટેલને દિલ્હી ખાતે ગુજરાત ભવનના લોકાપર્ણના કાર્યક્રમમાં ડ્યૂટી સોંપાઇ હોવાથી તા.1 અને 2 સપ્ટેમ્બર દિલ્હી છે અને તા.3ના રોજ વડોદરા આવીને ચાર્જ સંભાળશે.