એમ.એસ. યુનિ.ના મલ્ટી પર્પસ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા લોકાર્પણ
વડોદરા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એમ.એસ. યુનિવર્સિટીમાં અત્યાધુનિક સુવિધાથી સજજ મલ્ટી પર્પસ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ફેકલ્ટી ઓફ હિન્દીના નવ નિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ઇન્ટરનેશનલ બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલનું ખાત મુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રી યોગેશભાઈ પટેલ, એમ.એસ. યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગિની રાજે ગાયકવાડ, ચાન્સેલર પરિમલ વ્યાસ સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા યુનિવર્સિટીમાં ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓને
શિક્ષણની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેવા પામે તેવા આશયથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ
અત્યાધુનિક સુવિધાઓ વાળું મલ્ટી પર્પસ ઇન્ડોર સ્ટેડિયમ બનાવવા માટે ૬.૧૯ કરોડની માતબર ગ્રાન્ટ મળવા પામેલ છે તે
પૈકી સાડા ચાર કરોડના ખર્ચે અત્યાધુનિક ઇન્ડોર જિમ્નેશિયમ બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે તથા જિમ્નેશિયમ બિલ્ડિંગ
માટે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્વારા ૧૦૦ કરોડની ગ્રાન્ટ પામેલ છે તથા રૂપિયા ૫૦ લાખના સાધનો સાથે RUSA
ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલ છે. યુનિવર્સિટીના ૪૦૦૦૦ વિદ્યાર્થી તથા કર્મચારીઓને સુવિધા મળશે મલ્ટીપર્પઝ એશિયન બિલ્ડિંગમાં વિવિધ રમતો જેવી કે બાસ્કેટબોલ વોલીબોલ માટે સિન્થેટીક કોર્ટ પણ બનાવવામાં આવ્યું છે. ૨૦૦૦ લોકો ગેલેરીમાંથી રમત નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. ખેલાડીઓને કોઈ તકલીફ ન પડે તે માટે આધુનિક લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
આર્ટસ ફેકલ્ટીના હિન્દી વિભાગ માટે અલાયદું બિલ્ડિંગના નહોતું તેથી હિન્દી વિભાગના પ્રોફેસર આર. જી. શર્માએ
પોતાના જીવનની તમામ બચત પૈકી યુનિવર્સિટીને ૨૫ લાખ રૂપિયા દાન કર્યા હતા જેના દ્વારા તેમના માતા મહાદેવી ડી. શર્માના નામે હિન્દી વિભાગ માટે અલાયદા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા દસએક વર્ષમાં વિદ્યાર્થી ઓની સંખ્યામા મોટાપાયે વધારો થયો છે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયેલ છે. વિદ્યાર્થી સુવિધામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા ૭૦૭ કરોડની ગ્રાન્ટ જેના દ્વારા એસપી હોસ્ટેલ ની પાછળ બોયઝ હોસ્ટેલ નું ઇન્ટરનેશનલ બોયઝ હોસ્ટેલ તેમજ શેવનતી બાગમાં ઇન્ટરનેશનલ ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે.જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.