એરપોર્ટના એરાઈવલ એરિયામાં વિવાદોને ટાળવા પોલીસ બંદોબસ્ત વધારવા માગણી
વાહનચાલકો,રીક્ષાચાલકોની સિકયોરીટી સાથે રકઝક થતી રહે છે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર બહારથી આવતા પેસેન્જરો ટર્મીનલના એરાઈવલ ગેટથી બહાર નીકળે ત્યારે તેમને લેવા પર્સનલ વાહનોની સાથે ટેક્ષી અને રીક્ષાચાલકો પણ આવી જાય છે. ત્યાં પેસેન્જરોને હાલાકી ન પડે તે માટે એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા પ્રિપેઈડ ટેક્ષી અને પ્રિપેઈડ રીક્ષા સુવિધા શરૂ કરાઈ છે, તેમ છતાં કેટલાક રીક્ષાચાલકો દ્વારા અવારનવાર એરાઈવલ એરીયામાં વિવાદ ઉભો કરવાની સાથે ખાનગી સીકયોરીટી કર્મચારીઓ સાથે પણ રકઝક કરવામાં આવે છે.
જેને પગલે એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા તેમ જ પ્રિપેઈડ બુથ સંચાલકો દ્વારા એરાઈવલ એરિયામાં થતા વિવાદ ન થાય તે માટે વધુ પોલીસ બંદોબસ્ત આપવા ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે. જાેકે આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનના આર.આર. દેસાઈએ જણાવ્યું કે, એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મીનલ તેમજ ઈન્ટરનેશનલ ટર્મીનલ એરાઈવલ એરીયામાં રાઉન્ડ કલોક પોલીસ સીટ મુકવામાં આવી છે.
એ જ રીતે પોલીસનું વાહન પણ એરપોર્ટ એરીયામાં સતત પેટ્રોલીંગ કરતું રહે છે. પોલીસનું કામ કામ ટ્રાફિક નિયમનું છે.તેની સાથે જ એરપોર્ટ પર સતત થતા વીઆઈપી બંદોબસ્ત સંભાળવાનું કામ પણ પોલીસ ટીમ કરે છે ત્યારે એરાઈવલ એરીયામાં પાકિર્ગ ચાર્જ બાબતે વિવાદ થાય છે. પાર્કીગ ચાર્જ વસુલ કરવો અને તેની વ્યવસ્થા કરવી એ એરપોર્ટ મેનેજમેન્ટનું કામ છે તેમાં પોલીસ કંઈ જ કરી શકતી નથી.