એરપોર્ટમાં મુસાફરો પાસેથી રૂા.૧ કરોડનું સોનુ ઝડપાયુ
અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે દુબઈથી આવેલી ફલાઈટસમાં અલગ અલગ મુસાફરો પાસેથી રૂા.૧.૧૭ કરોડનું સોનું ઝડપાયુ હતુ.
બે દિવસ અગાઉ બનેલી આ ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર ૧૬૩ર.૯૬ ગ્રામ સોનું જેનું મૂલ્ય રૂા.૭પ.૯૪ લાખ હતુ એ પ્લેનની સીટમાં કન્સીલ કરીને પ૦૯.૭૭ ગ્રામ સોનું કે જેનુ મુલ્ય રૂા.ર૩.૬પ લાખ હતુ તે લગેજના ફોઈલની અંદર જ્યારે ૩૭૩.૭૯ ગ્રામ સોનું કે જેનુ મૂલ્ય રૂા.૧૭.૬૪ લાખ હતુ તેને ટ્રોલી બેગમાં રોડીયમમાં વાયર તરીકે ભેળવીને છુપાવવામાં આવ્યુ હતુ. અમદાવાદ કસ્ટમ્સ દ્વારા આ ત્રણેય મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે.