Western Times News

Gujarati News

એરપોર્ટ ટર્મીનલ પાસે પોલીસ પોઈન્ટ અને પેટ્રોલિંગ વધારવાની માંગણી

અમદાવાદ, હાઈ સીકયોરીટી ઝોન ગણાતાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ના ટર્મીનલ બહાર છેલ્લા કેટલાક દિવસ દરમ્યાન મારામારીની ઘટના બની હતી.

જેને પગલે એરપોર્ટ મેનેજમેન્ટ એ ટર્મીનલ બહારપોલીસ પોઈન્ટ અને કર્મચારીઓની સંખ્યા વધારવા અરજીઓ કરી હોવા છતાંય સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી નથી એમ એરપોર્ટ ના સુત્રો જણાવે છે. તો બીજીબાજુ ટર્મીનલ બહાર જરૂરીયાત મુજબ નો પુરતો પોલીસ સ્ટાફ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવતો હોવાનું એરપોર્ટ પોલીસના સુત્રો જણાવે છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર થોડા દિવસ અગાઉ કેટલાક લોકોએ પ્રાઈવેટ સિકયોરીટી ગાર્ડને માર માર્યો હોવાનો બનાવ બન્યો હતો. તદુપરાંત બેગ્લોરથી આવેલા એક પેસેન્જરને પણ ઓટોરીક્ષા ના ભાડાં અંગે વિવાદ થતાં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

આ સાથે એરપોર્ટ ઉપર છેલ્લા કેટલાંક સમયથી ખાનગી સીકયુરીટી કર્મચારીઓ અને રીક્ષા-ટેક્ષીવાળા ને એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવતા પાર્કીગ ચાર્જ અને પેસેન્જર લેવા બાબતે છાશવારે ઘર્ષણ થાય છે. એરપોર્ટ ના સુત્રો જણાવે છે કે, “અમદાવાદ એરપોર્ટએ હાઈસીકયોરીટી ઝો એરીયા ગણાય છે.

આથી એરપોર્ટ ની સુરક્ષા વ્યવસ્થા ને ધ્યાનમાં રાખીને અહીંયા એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી એરપોર્ટ ટર્મીનલ ની બહાર કેટલાક તત્વો અરાજકતા ફેલાવતા હોઈ એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા ટર્મીનલ ની બહાર પોલીસ પોઈન્ટ મુકવા અને પેટ્રોલીંગ વધારવા એરપોર્ટ પોલીસને ચારથી પાંચ છતાં એરપોર્ટ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.”

બીજીબાજુ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા માટે બનાવાયેલા એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદ એરપોર્ટ એરીયા ઉપરાંત છેક કોતરપુર ટર્નીગ સુધી છે. આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર આર આર દેસાઈ કહે છે કે, “અમારી હદ એરપોર્ટ ઉપરાંત છેક કોતરપુર વોટરવર્કસ ના ટર્નીગ સુધી છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.