એરપોર્ટ નજીક ૨૦૦ કિલોથી વધુ ગૌમાંસ ભરેલી કાર જપ્ત
અમદાવાદ : ભારત દેશમાં ગૌમાંસ ઊપર પ્રતિબંધ હોવા છતાં અવાર નવાર નિર્દાેષ ગાયોને કતલખાને મોકલવામાં આવે છે. ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિમાં જાડાયેલાં શખ્સો ઊપર નજર રાખી પોલીસ તથા સ્વૈચ્છિક સંસ્થા અને સંગઠનો તેમની સામે કાર્યવાહી કરતાં હોય છે. તેમ છતાંયે અવનવી રીતો અપનાવી આ પ્રવૃત્તિમાં જાડાયેલાં શખ્સો ગૌમાંસની હેરફેર કરતાં હોય છે. ગઈકાલે એક સ્વૈચ્છિક સંસ્થાનાં કાર્યકરોએ વહેલી સવારે આવી જ પ્રવૃત્તિમાં સંડોવાયેલી કારને રોકી તેમાંથી એક શખ્સને બસ્સો કિલોથી વધુનાં ગૌમાંસ સાથે ઝડપીને પોલીસને હવાલે કર્યાે છે. બસો કિલોથી વધુ ગૌમાંસ ઝડપતાં ચકચાર મચી ગઈ છે.
સ્વૈચ્છિક સંસ્થા ચલાવતાં ચંદ્રેશ કિશોર જાષી (નરોડા) પોતાનાં ડ્રાઈવર સાથે ગઈકાલે બપોરે સવા બાર વાગ્યાના અરસામાં ઈન્દ્રીબ્રિજ સર્કલ નજીક ઊભા હતા. ત્યારે એક સિલ્વર કલરની સેન્ટ્રો કાર સંદીગ્ધ હાલતમાં દેખાતાં તેમણે ગાડી રોકાવી હતી. જા કે ડ્રાઈવરે ગાડી ભગાડી મુકી હતી. જેનો પીછો કરી હાંસોલ ચાર રસ્તા ખાતે રોકતાં ડ્રાઈવર આસીફ ઈમ્તિયાઝ કુરેશ ઝડપાઈ ગયો હતો.
જે મિરઝાપુર ખાતે રહે છે. જ્યારે તેનો સાગરીત આસીફ શેક જે દરીયાપુરમાં રહે છે. તે ભાગી ગયો હતો. તલાશી લેતાં કારમાંથી બસો કિલોથી વધુ ગૌમાંસ ભરેલા કોથળા મળી આવ્યા હતા. દરમિયાન એરપોર્ટ પોલીસ પણ આવી પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં બંને શખ્સો આ ગૌમાંસનો જથ્થો મિરઝાપુર ખાતે લઈ જતાં હોવાનું સામે આવ્યું છે.