Western Times News

Gujarati News

એરપોર્ટ પર આત્મવિલોપન કરવા રીક્ષાચાલકોની ચિમકી

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલ પર રીક્ષા ચલાવતા રીક્ષા ચાલકોએ એરપોર્ટ મેનેજમેન્ટના સહયોગથી પ્રિપેઈડ રીક્ષા કાઉન્ટર શરૂ કરનાર ઓપરેટર સામે ધાકધમકી આપવાની સાથે માનસિક ટોર્ચર કરવાનો આક્ષેપ કર્યો છે. વધુમાં આ રીક્ષાચાલકોએ ન્યાયની માંગણી સાથે જાે ન્યાય નહીં મળે તો ર૪મી જાન્યુઆરીએ એરપોર્ટ સર્કલ અને કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચિમકી આપી છે.

ડોમેસ્ટીક ટર્મિનલ પર રીક્ષા ચલાવતા ચાલકોએ આ વિશે પોલીસ અધિકારીઓ, કલેકટર, મુખ્યમંત્રી સહિત અન્ય અગ્રણીઓને પત્ર લખી જણાવ્યુ છે કે તેઓ વર્ષોથી એરપોર્ટ પર રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા નક્કી કરાયેલા પાર્કિંગ ચાર્જ ચુકવી રીક્ષા ચલાવતા હતા.

પરંતુ થોડા સમય પહેલાં પાર્કિંગ વ્યવસ્થા સંભાળતા અધિકારીએ પોતાના મળતીયા એજન્સીને પાર્કિંગ કોન્ટ્રાક્ટ આપી દીધો છે. જેના થકી તેઓ મહિને લાખો રૂપિયા ખિસ્સામાં ભરવાનો રસ્તો કાઢી લીધો છે. આ લોકો અમને બળજબરીપૂર્વક તેમની એજન્સી સાથે જાેડાવા દબાણ કરી રહ્યા છે. અને તેના માટે ધાકધમકી અને માનસિક ત્રાસ પણ આપી રહ્યા છે. આ સંજાેગોમાં યોગ્ય તપાસ કરી અમને ન્યાય મળે એ જરૂરી છે.

તાજેતરમાં જ થોડા સમય અગાઉ એરપોર્ટના એરાઈવલ એરિયામાં ખાનગી ટેક્ષી ચાલકો આવી જતાં એરપોર્ટ મેનેજમેન્ટે રોકેલા ગાર્ડે તેમને અટકાવતા અને એરાઈવલ એરિીયામાં વાહન ઉભુ રાખવા દેવાની મનાઈ ફરમાવતા વિવાદ થયો હતો. ટેક્ષી ચાલકોનું કહેવું હતુ કે અ નિયમોના નામે ખાનગી સિક્યોરીટી ગાર્ડ તરફથી તેમને હેરાનગતિ થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.