એરપોર્ટ પર દિવ્યાંગ બાળક સાથે અશોભનીય વર્તનઃ જ્યોતિરાદિત્ય સિંધિયા નારાજ

નવીદિલ્હી, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઈન્ડિગો એરલાઈનના કર્મચારીઓએ રાંચી એરપોર્ટ પર એક દિવ્યાંગ બાળકને પ્લેનમાં બેસતા અટકાવવાના મામલામાં પોતાની પ્રતિક્રિયા આપી છે.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોમવારે આ બાબતને ધ્યાનમાં લીધી અને નારાજગી વ્યક્ત કરી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મામલાને લઈને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, “આવું વર્તન સહન કરવામાં આવશે નહીં. કોઈ પણ વ્યક્તિએ આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવું જાેઈએ નહીં, મારી દેખરેખ હેઠળ આ મામલાની તપાસ થઈ રહી છે, આ કેસમાં દોષિત સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ ખુદ ઈન્ડિગો એરલાઈનને પણ આ મામલે રિપોર્ટ આપવા માટે કહ્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ ઘણો હોબાળો થયો હતો, ત્યારબાદ કેન્દ્રીય મંત્રીએ એરલાઈન કંપની વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા હતા.
બીજી તરફ આ ઘટના અંગે એરલાઈન કંપનીએ પોતાના જવાબમાં જણાવ્યું હતું કે, “વિમાનમાં અન્ય મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, દિવ્યાંગ બાળક ૭ મેના રોજ તેના માતા-પિતા સાથે મુસાફરી કરી શક્યો ન હતો. એરલાઈન કંપનીએ તેના બચાવમાં દલીલ કરતાં જણાવ્યું હતું કે, પ્લેનમાં ચડતી વખતે બાળક ગભરાટમાં હતો. જાેકે ગ્રાઉન્ડ સ્ટાફે બાળકના શાંત થવાની છેલ્લી ઘડી સુધી રાહ જાેઈ હતી.
પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. તે સમયે પ્લેનમાં હાજર મનીષા ગુપ્તા નામની મહિલા પેસેન્જરે તેના ફેસબુક પર આ ઘટના વિશે વિગતવાર પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે સમગ્ર ઘટનાનું વિગતવાર વર્ણન કર્યુ હતુ.
ઇન્ડિગો એરલાઇનના મેનેજરે મનીષા ગુપ્તાની ફેસબુક પોસ્ટના જવાબમાં કહ્યું, “મનીષા ગુપ્તા એ મહિલા છે જે તે સમયે પ્લેનમાં સૌથી વધુ બબાલ કરી રહી હતી અને અન્ય મુસાફરોને કહેતી હતી કે આ બાળક બેકાબૂ છે.”
એરલાઈને જણાવ્યું હતું કે કંપની દ્વારા પરિવારને હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને તેઓને બીજા દિવસે તેમના ગંતવ્ય સ્થાને જવાની ફ્લાઈટમાં પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.HS