એરપોર્ટ પર વાડની બહાર બાળકોને ફેંકતી મહિલાઓ

કાબુલ, અફઘાનિસ્તામાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ ડરનો માહોલ છે અને ખાસ કરીને અમેરિકાની સેનાને અગાઉ મદદ કરનારા લોકો અને મહિલાઓમાં ડર વધારે છે. આ સંજાેગોમાં કોઈ પણ રીતે તાલિબાનથી બચવા માટે દેશ છોડવા મોટી સંખ્યામાં લોકો કાબુલ એરપોર્ટ પર પહોંચ્યા છે.એરપોર્ટની સુરક્ષા કરી રહેલા અમેરિકન અને બ્રિટિશ સૈનિકોએ એરપોર્ટની આસપાસ કાંટાળા તારની વાડ બનાવી છે. એરપોર્ટની સિક્યુરિટી કરી રહેલા ગાર્ડસનુ કહેવુ છે કે, મહિલાઓ એરપોર્ટમાં કોઈ પણ રીતે અંદર આવવા માટે મહિલાઓ કાંટાળા તારની વાડની પેલી તરફ પોતાના બાળકોને ફેંકી રહી છે અને સૈનિકોને બાળકોને પકડવા માટે અપીલ કરી રહી છે.
એક મીડિયા રિપોર્ટમાં સુરક્ષા કરી રહેલા જવાનોના અનુભવ વર્ણવામાં આવ્યા છે.જેમાં એક બ્રિટિશ અધિકારીએ કહ્યુ હતુ કે, મહિલાઓ જે રીતે બાળકોને ફેંકી રહી છે તે જાેવુ દુખદ હતુ.કેટલાક બાળકો કાંટાળા તારની વાડમાં ફસાઈ ગયા હતા.
જાેકે આ સિવાય પણ કેટલાક વિડિયો વાયરલ થયા છે.જેમાં મહિલાઓને એરપોર્ટની તારની ફેન્સિંગની પેલી તરફથી રડતા રડતા એવુ કહેતા જાેઈ શકાય છે કે, અમને બચાવી લો.SSS