Western Times News

Gujarati News

એરપોર્ટ પર ૭ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયો આરોપી

પ્રતિકાત્મક

બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં મુસ્તાક ભટ્ટી નામનો એક પેસેન્જર ડ્રગ્સ સાથે ઝડપાયો

(એજન્સી)અમદાવાદ,
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં મુસ્તાક ભટ્ટી નામનો એક પેસેન્જર ૭ કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયો છે. તેની પાસેથી ૪.૬૪૫ ગ્રામ હાઈડ્રોફોનિક વીડ મળી આવ્યું છે જેની ઈન્ટરનેશનલ માર્કેટમાં કિંમત ૭ કરોડ રૂપિયાથી પણ વધારે છે.થાઈ એરલાઈન્સની બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં હાઈડ્રોફોનિક વીડ સાથે ઝડપાયેલા મુસાફરનું નામ મુસ્તાક અહેમદ ઉંમરભાઈ ભટ્ટી છે. ચાર દિવસ પહેલાં પણ થાઈ એરલાઈન્સની ફ્લાઈટમાં બેંગકોકથી અમદાવાદ આવેલી થાઈલેન્ડની રહેવાસી પીમાલા સંપાની કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટના મહિલા અધિકારી શીતલ પરમારે ૨૩૪૯ ગ્રામ હાઈડ્રોફોનિક વીડ સાથે ઝડપી લઈને ધરપકડ કરી હતી.

ગાંજા કરતાં પણ ઉંચુ માનવામાં આવતું હાઈડ્રોફોનિક વીડ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું હોય એવો છેલ્લા ચાર દિવસમાં બીજો કિસ્સો બન્યો છે. આ અગાઉ બેંગકોકથી અમદાવાદ આવેલી એક મહિલા પાસેથી ૨૩૪૯ ગ્રામ હાઈડ્રોફોનિક વીડ મળી આવ્યું હતું અને આ મહિલાની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ પણ કરવામાં આવી હતી. એરપોર્ટ પર પ્રતિબંધિત ડ્રગ્સની હેરાફેરી મોટા પ્રમાણમાં થઈ રહી છે હવે મુસ્તાક ભટ્ટી પણ આજ પ્રકારનું ડ્રગ્સ લઈને આવતાં કસ્ટમ વિભાગ સજાગ થઈ ગયો છે. આ હાઇડ્રોફોનિક વીડ કોને આપવાનું હતું? અને પેસેન્જરને કેટલું કમિશન મળ્યું? તેની કસ્ટમ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. થાઈલેન્ડથી ભારતમાં હાઈ ક્વોલિટી ડ્રગ્સ ઘુસાડવાનું નેટવર્ક વિકસાવાયું હોવાનું કસ્ટમ વિભાગ માને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.