એરપોર્ટ પર RT-PCR રીપોર્ટ પહેલાં જ પ્રવાસીઓ નીકળી જતાં ભારે જાેખમ
દુબઈથી નેગેટીવ રીપોર્ટ હોવા છતાં એરપોર્ટ પર ફરજીયાત
(એજન્સી) અમદાવાદ, અમદાવાદનુૃ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોરોનાનું એપી સેન્ટર બની ગયુ છે. હાલ કોઈ ઈન્ટરનેશનલ ફલાઈટો આવતી નથી ત્યારે દુબઈથી અમદાવાદ આવતી એમિરેટસ એરલાઈન્સના પેસેન્જરોનો અમદાવાદના અદાણી એરપોર્ટ પર એરાવલમાં આરટીપીસીઆર રીપોર્ટ કાઢી આપવાનુ કામ કરવામાં આવે છે.
પણ માત્ર પેસેન્જરાનેે રીપોર્ટ આવે ત્યાં સુધી રોકી શકાય એવી કે તેઓ એરપોર્ટ છોડી ક્યાં જવાના છે? તેનો રેકોર્ડ પણ રાખ્યા વિના જ તેમનુ ટેસ્ટીંગ કરીને જવા દેવામાં આવે છે. જેના કારણે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે એવા પેસેન્જરોને શોધવા મુશ્કેલ બની જાય છે. એમિરેટસની માત્ર અઠવાડીયામાં શનિ-રવિ ચાર ફલાઈટ ઓપરેટ કરવામાં આવી રહી છે.
દુબઈથી જે પેસેન્જરોનો નેગેટીવ રીપોર્ટ આવ્યો છે તેમણેે ટ્રાવેલિંગ કરવા દેવામાં આવે છે તેમ છતાં અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ ઈમિગ્રેશનની કામગીરી પૂર્ણ કર્યા બાદ પેસેન્જરોનુૃ ચેકીંગ કરવામાં આવે છે જેમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે ટેસ્ટ કરીને તેમેને જવા દેવામાં આવે છે. જાે પેસેન્જર નો રીપોર્ટ પોઝીટીવ આવે તો તેના માટે જવાબદાર કોણ એ પ્રશ્ન ઉભો થયો છે. દુબઈથી આવતા પેસેન્જરો સંક્રમણ ફેલાવી રહ્યા છે. અને એરપોર્ટના સ્ટાફને પણ કોરોનાનો ચેપ લગાડી રહ્યા છે. એવુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે.
દુબઈથી આવતા પેસેેન્જરોનુૃં આરટીપીસીઆર ચેકીંગનુ કામ સુપ્રાટેકને સોંપવામાં આવ્યુ છે. તમે આ કામગીરી કસ્ટમ એરિયા ક્રોસ કર્યા બાદ કરવામાં આવી રહી છે.જાે પેેસેેન્જરો ટેસ્ટીંગ કર્યા પછી બહાર નીકળી જાય અને ૭ર કલાકમાં તેમનો રીપોર્ટ પોઝીટીવ આવે તો તેનો એસએમએસ પેસેન્જરના મોબાઈલમાં જાય છે પણ એ દરમ્યાન પેસેન્જર ટ્રાવેલિંગ દરમ્યાન અને એરપોર્ટ પર જે ચેપ લગાડ્યો તેની જવાબદારી કોની? એ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.
એરપોર્ટ પરથી નીકળ્યા બાદ જાે કોઈ પેસેન્જર કોરોના પોઝીટીવ હોય તો તે સુપરસ્પ્રેડર બનવાની પૂરી સંભાવના છે ત્યારબાદ તે પેસેન્જર શહેરમાં જ્યાં જયાં પણ ફરશે ત્યાં ત્યાં કોરોના વાઈરસનો ચેપ અન્યોને પણ લગાડતો ફરશે.