એરપોર્ટ વિસ્તારમાં કાર બાઈકને આગ ચાંપી
પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરીયાદ નોધી તપાસ હાથ ધરી
અમદાવાદ: શહેરમાં લુખ્ખા અને આવારા તત્વોનો આતંક ખુબ જ વધી ગયો છે જેના પગલે મારામારી જેવા ગુના સામાન્ય બન્યા છે તદ્ઉપરાંત સામાન્ય નાગરીકોને માનસીક રીતે પરેશાન કરવા માટે હવે ગુડાઓ દ્વારા મધરાત્રે વાહનોના તોડફોડ કરવાની અને સળગાવી દેવાની ઘટનાઓ સામે આવી રહી છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાથી અવારનવાર આવી ઘટનાઓ સામે આવતાં પોલીસ પણ ચોકી છે.
જ્યારે નાગરીકો ભયગ્રસ્ત છે એક તરફ ગત મોડી રાત્રે મેધાણીનગરમાં ચાર લુખ્ખાએ ૨૦ થી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી જ્યારે એરપોર્ટ પોલીસની હદમા પણ અજામ્યા શખ્શો દ્વારા એક કાર અને મોટર સાયકલને આગચાપી કરવામા આવી હતી.
સરદારનગરમાં ભીલવાસ ગ્રામ પચાયત હોલની સામે રહેતા વિશાલ શંકરભાઈ પરમાર બાર વર્ષથી શાહીબાગ ખાતે ખાનગી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે બાદમા પોતાની રીક્ષા તથા કાર પણ ચલાવે છે શનિવારે રાત્રે સાડા અગીયાર વાગ્યે વિશાલભાઈ કામ પરથી પરત આવી સુઈ ગયા હતા
ત્યારે થોડીવાર બાદ જ તેમની ભાણીએ ફોન કરીને ગાડી સળગતી હોવની જાણ કરી હતી. જેથી તાત્કાલીક બહાર દોડી આવેલા વિશાલભાઈને પોતાની કાર તથા અન્ય એક વાહનને સળગતા જાયુ હતુ અને બુમાબુમ કરતા સ્થાનિક રહીશો ભેગા મળીને પાણી છાટીને વાહનોની આગ બુઝાવી હતી
બાદમા તપાસ કરતા બાઈક નજીકમા નવા રહેવા આવેલા એક ભાડુઆતનુ હોવાની જાણ થઈ હતી. રાત્રે એક વાગ્યાના સુમારે આ ઘટના બની બાદ વિશાલભાઈ તથા અન્ય રહીશો એરપોર્ટ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા જ્યા ફરિયાદ નોધ્યા બાદ પોલીસે હવે પુછપરછ તથા તપાસ શરૂ કરી છે જ્યારે મધરાત્રે કોણે અને ક્યા કારણથી વાહનોમા આગ ચાપી કરી એ પણ રહસ્યમય બની રહ્યુ છે.