Western Times News

Gujarati News

એરફોર્સમાં ભરતી પ્રક્રિયા ૨૪ જૂનથી શરૂ થશે: એર ચીફ માર્શલ વીઆર ચૌધરી

નવીદિલ્હી,સેનામાં નવી ભરતી યોજના ‘અગ્નિપથ’ને લઈને દેશમાં આક્રોશનું વાતાવરણ છે. પ્રદર્શનકારીઓએ શુક્રવારે ઘણી જગ્યાએ હંગામો મચાવ્યો હતો. કેન્દ્ર સરકારની આ નવી યોજનાનો સૌથી મોટો વિરોધ બિહાર સહિત દેશના અન્ય રાજયોમાંં થઈ રહ્યો છે. રાજ્યના વિવિધ સ્ટેશનો પર હંગામો થયો હતો, જ્યારે અનેક ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

આ દરમિયાન એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ સેનાની આ નવી યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે નવી યોજના હેઠળ એરફોર્સમાં ભરતીની પ્રક્રિયા અંગે વાત કરી છે.એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે, એરફોર્સમાં ભરતી પ્રક્રિયા ૨૪ જૂનથી શરૂ થશે. તેમણે કહ્યું કે ભારત સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે, જેના હેઠળ સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી કરી શકાય છે. આ યોજનામાં ભરતીની ઉંમર ૧૭ વર્ષથી ૨૧ વર્ષ રાખવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું કે મને એ જણાવતા આનંદ થાય છે કે પ્રથમ ભરતી માટે યુવાનોની મહત્તમ વય મર્યાદા વધારીને ૨૩ વર્ષ કરવામાં આવી છે. મને ખાતરી છે કે મોટી સંખ્યામાં યુવાનો ભરતી માટે અરજી કરશે.
કેન્દ્ર સરકારની આ યોજના પર આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ શુક્રવારે કહ્યું કે ‘અગ્નિપથ’ યોજના હેઠળ વય મર્યાદા ૨૧ થી વધારીને ૨૩ વર્ષ કરવાનો ર્નિણય સેનામાં જાેડાવાની તૈયારી કરી રહેલા યુવાનોને તક આપશે.

પરંતુ કોવિડ-૧૯ રોગચાળાને કારણે છેલ્લા બે વર્ષથી તેમ કરી શક્યું નથી. જનરલ પાંડેએ કહ્યું કે સેનામાં ભરતી માટે વયમાં એક વખતની છૂટ આપવાના સરકારના ર્નિણય બાદ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આર્મી ચીફે મહત્વાકાંક્ષી યુવાનોને આર્મીમાં ‘અગ્નિવીર’ તરીકે જાેડાવાની તકનો લાભ લેવા પણ આહ્વાન કર્યું હતું.

આર્મી ચીફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજના હેઠળ ભરતીની પ્રવેશ ઉંમર વધારીને ૨૩ વર્ષ કરવાનો સરકારનો ર્નિણય ૨૦૨૨ ભરતી ચક્ર માટે છે. આ ર્નિણય આપણા ઘણા ઉત્સાહી અને દેશભક્ત યુવાનોને તક આપશે, જેઓ કોવિડ-૧૯ રોગચાળા છતાં ભરતી પ્રક્રિયામાં જાેડાવા માટે તૈયારી કરી રહ્યા હતા અને છેલ્લા બે વર્ષમાં કોવિડ પ્રતિબંધોને કારણે પૂર્ણ થઈ શક્યા ન હતા.

જનરલ પાંડેએ કહ્યું, ‘ભરતી પ્રક્રિયાનો સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અમે અમારા યુવાનોને અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જાેડાવાની આ તકનો લાભ લેવા આહ્વાન કરીએ છીએ.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.