એરફોર્સ ડે: પરેડમાં રાફેલ ફાઈટર જેટ છવાયાં
ગાજિયાબાદ, ઇન્ડિયન એરફોર્સ ડેની 88મી પરેડ ગુરુવારે ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ સ્થિત હિંડન એરબેઝ પર થઈ હતી. એમાં પ્રથમ વખત રાફેલ જેટ પણ સામેલ થયું હતું. રાફેલે હોકી મેદાન કરતા પણ નાના રેડિયસમાં ટર્ન કરીને 8નો આકાર બનાવ્યો.આ સેરેમનીમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS) જનરલ બિપિન રાવત, આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે, ચીફ ઓફ નેવલ સ્ટાફ કરમબીર સિંહ અને એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભદૌરિયાએ કહ્યું હતું કે, ‘‘ઉત્તરીય સીમા પર હાલના વિવાદમાં આપણા એર વોરિયર્સે જોરદાર કામગીરી બતાવી છે. આપણે ઓછા સમયમાં લડાકુ અસેટ્સ તહેનાત કરી આર્મીની તમામ જરૂરિયાતોને સપોર્ટ આપ્યો.’’