Western Times News

Gujarati News

એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલાની તપાસ એનઆઇએને સોંપવામાં આવી

નવીદિલ્હી: જમ્મુમાં હાલમાં જ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન એટેક બાદ અલર્ટ જાહેર છે. આ બધા વચ્ચે જમ્મુના સુંજવાન મિલિટરી સ્ટેશન પાસે ફરીથી એક ડ્રોન જાેવા મળ્યું છે. જાે કે સેનાએ એ વાતનો ઈન્કાર કર્યો છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાની તપાસની જવાબદારી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને સોંપી દીધી છે.

મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાતે લગભગ અઢી વાગે આ ડ્રોન જાેવા મળ્યું. જે થોડા સમય બાદ ગાયબ થઈ ગયું. સુરક્ષાદળોએ આ ડ્રોન કૂંજવાની, સુંજવાન, કલૂચક પાસે જાેયું. સેનાને મોડી રાતે આ ડ્રોન અંગે જાણકારી મળી હતી. પહેલા રત્નુચકમાં રાતે ૧.૦૮ વાગે, ત્યારબાદ કુંજવાનીમાં ૩.૦૯ વાગે અને પછી કુંજવાનીમાં સવારે ૪.૧૯ વાગે આ ડ્રોન જાેવા મળ્યું હ તું. સેના તરફથી ડ્રોન પર ફાયરિંગ કરાયું નથી. હવે આ મામલે તપાસ ચાલુ છે.

ડ્રોન ઊંચાઈ પર હતું આથી ત્રણ જગ્યાએથી જાેવા મળી રહ્યું હતું. પરંતુ એજન્સીઓ એ વાતની પણ તપાસ કરી રહી છે કે આ એક ડ્રોન હતું કે પછી ત્રણ અલગ ડ્રોન હતા. જાે કે થોડા સમયમાં જ તે ગાયબ થઈ ગયું હતું. અન્ય એક મહત્વના અપડેટ એ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાની તપાસની જવાબદારી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી દીધી છે.

જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ધડાકા બાદ રવિવારે રાતે કાલૂચક મિલિટરી સ્ટેશનની નજીક બે ડ્રોન જાેવા મળ્યા. ઘટના રવિવાર રાત ૧૦ વાગ્યાની અને સોમવારે વહેલી સવારે ૩ વાગ્યાની છે. સેના પહેલેથી જ અલર્ટ મોડ પર છે અને આવામાં ડ્રોન જાેવા મળતા તરત જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું જેના કારણે બંને ડ્રોન ત્યાંથી ગાયબ થઈ ગયા.

અત્રે જણાવવાનું કે જમ્મુના જ એરફોર્સ સ્ટેશનને શનિવારે રાતે ડ્રોનની મદદથી નિશાન બનાવવામાં આવ્યું હતું. જાે કે આ બે ધડાકાથી વધુ નુકસાન થયું નથી. પરંતુ હજુ સુધી તેના આતંકી હુમલો હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી. કહેવાય છે કે સરહદ પારથી આ હરકતને અંજામ આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.