એરિકા ફનાર્ન્ડિઝે નવા ઘરમાં ક્રિસમસ પાર્ટી યોજી
મુંબઈ: એક્ટ્રેસ છેલ્લા ઘણા દિવસથી તહેવારની તૈયારીઓ કરી રહી હતી અને તેની પ્રતીક્ષા લગભગ પૂરી થઈ ગઈ છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફનથી ભરેલો વીડિયો શેર કર્યો છે. જેમાં તે સોન્ગ ગાતી, ડાન્સ કરતી અને ફ્રેન્ડ્સ શુભાવી ચોક્સી, સોન્યા અયોધ્યા, આકાંક્ષા શુક્લા અને અંબર હસન સાથે એન્જાેય કરતી દેખાઈ રહી છે. આ બધા માટે ગર્લ્સ નાઈટ હતી તેવું લાગી રહ્યું છે.
શેર કરેલા વીડિયોમાં એરિકા અને તેની ફ્રેન્ડ્સ સફેદ, લાલ અને અન્ય ક્રિસમસ કલરમાં જાેવા મળી રહી છે. આ સિવાય તેમણે સાન્તા હેટ્સ પણ પહેરી છે. કેમેરાની સામે જાેઈને ફેસ બનાવતી અને ડાન્સ કરતી આ ગર્લ ગેંગ ખરેખર સુપર ક્યૂટ લાગી રહી છે. નવા ઘરમાં પહેલી ક્રિસમસ અને તહેવાર પ્રત્યેના પોતાના પ્રેમ વિશે વાતચીત કરતાં એરિકાએ જણાવ્યું હતું કે,
મને ક્રિસમસ ટ્રી ખૂબ ગમે છે અને મારી પાસે પોતાની જગ્યા હોવાથી ઘરના ખૂણામાં ઓછામાં ઓછા ૩-૪ ટ્રી હોઈ તેમ હું ઈચ્છું છું. હું મારા ઘરને પર્ફેક્ટ ફેસ્ટિવ વાઈબ આપવા માગુ છું. હું મારા નવા ઘરમાં વિંટર વન્ડરલેન્ડ ક્રિએટ કરી રહી છું. ઘરનો દરેક ખૂણો સારો દેખાઈ તેમ ઈચ્છું છું. મારી ગર્લ ગેંગ પણ ટ્રી ડેકોરેટ કરવામાં મારી સાથે જાેડાવાની છે.