એર ઇન્ડિયા પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી: પીયૂષ ગોયલ
નવી દિલ્હી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલનુ કહેવુ છે કે સરકારે એર ઈન્ડિયા પર હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. આની બોલી જીતનારની ચૂંટણી એક નિશ્ચિત પ્રક્રિયા દ્વારા થશે.
પીયૂષ ગોયલ અત્યારે Dubai Expo માં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. જ્યાં તેમણે કહ્યુ, હું ગઈકાલથી દુબઈમાં છું અને જ્યાં સુધી મને લાગે છે કે સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય (એર ઈન્ડિયા સંબંધિત) લેવામાં આવ્યો નથી. નિશ્ચિત રીતે આ માટે બોલીઓ મંગાવવામાં આવી હતી અને અમારા અધિકારીઓ તેનું મૂલ્યાંકન કરી રહ્યા છે. આની પૂરી એક પ્રક્રિયા છે અને તેનુ પાલન કરતા યોગ્ય સમયે એર ઈન્ડિયાની બોલી જીતનારના નામની જાહેરાત કરવામાં આવશે.
DIPAM વિભાગના સચિવ તુહિન કાંત પાંડે જે સરકાર વતી તેના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામની દેખરેખ રાખે છે. શુક્રવારે જ આવા અહેવાલોને નકાર્યા. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે સરકારે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.
પિયુષ ગોયલે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સાથે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર પણ વાતચીત કરી હતી. તેમણે કહ્યુ કે ભારતીય ઉદ્યોગપતિઓ પાસે કાપડ, રત્ન અને જ્વેલરી, ફાર્મા અને આરોગ્ય સંભાળ ક્ષેત્રોમાં ઘણી તકો છે. બે દેશો વચ્ચે સરકારી વેપાર પ્રોત્સાહિત કરશે.