એર ઇન્ડિયા માટે બીડ સુપ્રત કરવા માટે મહેતલ વધારાશે
નવી તારીખ અંગે આ સપ્તાહના ગાળામાં જ અંતિમ ફેંસલો
નવી દિલ્હી, મોદી સરકારે એર ઇન્ડિયા માટે બીડ રજૂ કરવા માટેની મહેતલને ૧૭મી માર્ચ સુધી લંબાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. એર ઇન્ડિયા માટે બીડ રજૂ કરવા માટેની મહેતલ ૧૭મી માર્ચ સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. સરકારે પહેલાથી જ બીડરો માટે મહેતલને વધારી દીધી છે. છઠ્ઠી માર્ચના બદલે આ તારીખ ૧૧મી ફેબ્રુઆરી અગાઉ કરવામાં આવી હતી.
મળેલી માહિતી મુજબ એર ઇન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સેદારી ખરીદવા માટે સરકાર બીડ રજૂ કરવા માટેની તારીખ ૧૭મી માર્ચ કરી શકે છે. નવી તારીખને લઇને આ સપ્તાહમાં જ અંતિમ નિર્ણય લેવામાં આવનાર છે. ગૃહમંત્રીના નેતૃત્વમાં આંતરપ્રધાન પેનલ દ્વારા આ નિર્ણય લેવામાં આવનાર છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ટ્રાન્ઝેક્શન એડવાઈઝર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પુછપરછ ચાલી રહી છે.
સરકારે પહેલાથી જ બીડરો માટે મહેતલને લંબાવી દીધી છે. એરઇÂન્ડયાના સૂચિત વ્યૂહાત્મક વેચાણના સંદર્ભમાં પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. સરકારે સૂચિત વ્યૂહાત્મક વેચાણ અંગે પ્રશ્નો ઉઠાવવા માટેની મહેતલ ૧૧મી ફેબ્રુઆરીથી વધારીને પહેલાથી છઠ્ઠી માર્ચ કરી દીધી છે. એર ઇન્ડિયા અંગેની પેનલ આ સપ્તાહમાં જ મોડેથી મળનાર છે જે રસ ધરાવનાર બીડરો દ્વારા એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ રજૂ કરવા માટેની નવી તારીખ અંગે નિર્ણય લેશે. રસ ધરાવનાર બીડરો વર્ચ્યુઅલ ડેટા રુમમાં ચકાસણી કરી શકે છે. અહેવાલમાં જણાવવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા નવી નવી પહેલ કરવામાં આવી રહી છે. સરકારે ૨૭મી જાન્યુઆરીના દિવસે એર ઇન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સેદારી વેચવા માટે પીએમઆઈ જારી કરી હતી.
૨૧મી ફેબ્રુઆરીના દિવસે જુદા જુદા પ્રશ્નોના સંદર્ભમાં સ્પષ્ટીકરણ રજૂ કર્યા હતા. સરકારે ગયા મહિનામાં જ એર ઇÂન્ડયાના ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ કરી છે. સરકારી એરલાઈનમાં તેની ૧૦૦ ઇક્વિટી વેચી મારવા માટે બીડને આમંત્રિત કર્યા હતા. એર ઇન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સેદારીની સાથે સાથે એર ઇન્ડિયા એક્સપ્રેસમાં ૫૦ ટકા હિસ્સેદારીની વાત પણ કરવામાં આવી છે. એર ઇન્ડિયા માટે રસ ધરાવનાર બીડરોને ૩૫૦૦ કરોડ રૂપિયાની રકમ રાખવી પડશે. ૨૦૧૮માં એર ઇન્ડિયાને વેચવા માટે નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ આ વખતે સરકારે ૭૫ના બદલે ૧૦૦ ટકા હિસ્સેદારી વેચવાની તૈયારી બતાવી છે. ૨૦૧૮માં સરકારે એર લાઈનમાં ૭૬ ટકા હિસ્સો વેચવાની તૈયારી બતાવી હતી. ૩૧મી માર્ચ ૨૦૧૯ મુજબ ૬૦૦૭૪ કરોડ રૂપિયાના કુલ દેવા પૈકી ખરીદદારને ૨૩૨૮૬.૫ કરોડ રૂપિયાનો બોજ ઉપાડવો પડશે. બાકીની રકમ એર ઇÂન્ડયા એસેટ હોલ્ડિંગ લિમિટેડમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. એર ઇÂન્ડયા હાલમાં જંગી દેવામાં ડુબેલી છે.