Western Times News

Gujarati News

એર ઈન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સેદારી વેચવાની તૈયારી

File photo

નવીદિલ્હી: બે વર્ષમાં બીજી વખત સરકારે એર ઈન્ડિયાને  અને એરઈન્ડિયા એક્સપ્રેસમાં ૧૦૦ ટકા હિસ્સેદારીને વેચવા બીડ આમંત્રિત કરીને એર  ઈન્ડિયાને  વેચી દેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગ્રાઉન્ડ હેન્ડલીંગ જેવી એઆઈ-એસએટીમાં ૫૦ ટકા હિસ્સેદારીને વેચવાની તૈયારી દર્શાવવામાં આવી છે. રસ ધરાવનાર પાર્ટીઓએ ૧૭મી માર્ચ ૨૦૨૦ સુધીમાં તેમના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (પીઓઆઈ) રજૂ કરવાની જરૂર રહેશે. ક્વાલીફાઈ થનાર બીડરોને ૩૧મી માર્ચના દિવસે નોટિફાઇડ કરવામાં આવશે.


જા કે, પ્રાથમિકરીતે ચાવીરુપ વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. તમામ લોકો જાણે છે કે, એર ઈન્ડિયા અને એરઈન્ડિયા એક્સપ્રેસનું સંયુક્ત દેવું ૬૦૦૭૪ કરોડ રૂપિયા છે. રસ ધરાવનાર બીડરો આ દેવા પૈકી ૨૩૨૮૬ કરોડ રૂપિયા ટેકઓવર કરી શકશે જે પૈકી તમામ દેવાને દૂર કરવાની જવાબદારી રહેશે. બ્રાન્ડનેમ એર ઈન્ડિયા અને તેની એસોસિએટ્‌સ શરતોને નિર્ધારિત સમય ગાળા માટે સફળ બીડરોને જાળવવાની રહેશે. ૩૧મી માર્ચ બાદ જારી કરવામાં આવનાર રિક્વેસ્ટ ફોર પ્રપોઝલમાં આનો ઉલ્લેખ કરવામાં આવશે. મુંબઈમાં આઈકોનિક નરિમન પોઇન્ટ હેડક્વાર્ટર અને કોનોટ પેલેસ નજીક દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવનાર એર ઈન્ડિયા લેવડદેવડના હિસ્સા તરીકે રહેશે નહીં.

આ હેડક્વાર્ટર સરકારની પાસે જ રહેશે. સફળ રહેનાર બીડરોને કેટલાક વર્ષ સુધી ટ્રાન્ઝિકશનના  ગાળા દરમિયાન તેમનો ઉપયોગ કરવાની મંજુરી મળશે. કલા, પેઇન્ટિંગ, અન્ય વસ્તુઓની જાળવણીમાં એર ઈન્ડિયા રહેશે પરંતુ ટ્રાન્ઝિકશનના ભાગરુપે આ વસ્તુઓ રહેશે નહીં.

પ્રથમ પ્રયાસમાં નિષ્ફળતા મળ્યા બાદ તેનાથી બોધપાઠ લઇને આ વખતે એર ઈન્ડિયાના  વેચાણને લઇને ચાવીરુપ ફેરફારો કરવામાં આવ્યા છે. એર ઈન્ડિયાઅને ઈન્ડિયા એરલાઈન્સ એક્સપ્રેસમાં ૧૦૦ ટકા હિસ્સેદારી વેચવામાં આવી રહી છે. અગાઉ ૭૬ ટકા હિસ્સેદારી વેચવામાં આવી હતી. આ ફેરફારથી નવા માલિકને સંપૂર્ણપણે ઓપરેશન સ્વતંત્રતા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.