એલઆઇસી કર્મચારીઓની ઉગ્ર આંદોલનની ચિમકી

મુંબઇ, નાણાંમંત્રી દ્વારા સંસદમાં રજુ કરવામાં આવેલ બજેટમાં ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)માં સરકારનો હિસ્સો(આંશીક) વેચવાની જાહેરાત કરવામાં આવી હતી સરકારના નિર્ણયનો કર્મચારીઓએ કડક વિરોધ કર્યો છે. સરકારનાં આ પ્રસ્તાવનાં વિરોધમા એલઆઇસીના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળનું આયોજન કરવામાં આવ્યું. આ હડતાળ એક કલાકની જ હતી. ત્યારબાદ કર્મચારીઓ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.
નાણાંપ્રધાને બજેટ રજૂ કરતાં દરમિયાન જાહેરાત કરી હતી કે સરકાર એલઆઇસીમાં પોતાની ભાગીદારી વેચવાની છે. તેના માટે સરકાર આઇપીએ લઇને આવી રહી છે. એલઆઇસી દેશની સૌથી મોટી વીમા કંપની છે. અને ભારત સરકાર હસ્તગતની આ કંપની ભારતની સૌથી સદ્ધર કંપનીઓમાંની નંબર વન છે. ભારતીય વિમા બજારમાં એલઆઇસી ૭૦ ટકા જેટલો હિસ્સો હાલ ધરાવે છે અને તેનું પહેલુ કારણ પણ સરકારી કંપની હોવાનું માનવામાં આવે છે એલઆઇસીનો દેશના જીવન વીમા બજાર પર આંશિક હિસ્સો વેચવાની કવાયતને લઇને કર્મચારીઓ દેખાવો કરી રહ્યા છે.
એલઆઇસીનાં કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન હાલ તો સરકારનાં આંશિક હિસ્સો વેચવાનાં નિર્ણયનો વિરોધ કરતા એક કલાકની જ હડતાળનું આયોજન કરવામાં આવ્યું હતું અને કર્મચારીઓ સરકારની વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.પરંતુ આગામી દિવસોમાં ઉગ્ર કાર્યક્રમની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એલઆઇસના ખાનગીકરણનો ગુજરાત સહિત દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.