એલઓસીની પેલે પાર પાકિસ્તાનના લોન્ચીંગ પેડ ફરી સક્રિય થયા
શ્રીનગર, કાશ્મીર ઘાટીથી જાેડાયેલ એલઓસીની પેલા પાર પાકિસ્તાનમાં બનેલ આતંકીઓના લોન્ચીંગ પેડ ફરી સક્રિય થઇ ગયા છે. લગભગ ૩૦૦ આતંકી ધુષણખોરીની ફિરાકમાં છે ભારતીય ગુપ્તચર એજન્સીને મળેલ નવા ઇનપુટ અનુસાર પાકિસ્તાનમાં બેઠેલા આકાઓએ પોતાના આતંકી કમાંડરોને નિર્દેશ જારી કર્યો છે કે બફરવર્ષાને કારણે ઇનફિલ્ટ્રેશન પાસિંસ બંધ થતા પહેલા આતંરીઓને ઘાટીમાં ધકેલવાનો પ્રયાસ તેજ કરવામાં આવે.
બીએસએફના એડીજી સુરિંદર પવારે કહ્યું કે આ ઇનપુટ અનુસાર વર્તમાનમાં લગભગ ૨૫૦થી ૩૦૦ આતંકી લોન્ચીંગ પેડ્સ પર ધુષણખોરીની ફિરાકમાં તૈયાર બેઠા હતાં પરંતુ આતંકીઓની દરેક હરકત પર એલઓસી પર તહેનાત સેના અને બીએસએફ પુરી રીતે નજર રાખી રહ્યાં છે.તેનું પરિણામ છે કે આ વર્ષ અનેક આતંકી ધુષણખોરીના પ્રયાસ નિષ્ફળ બનાવ્યા છે. તેનું તાજુ ઉદાહરણ છે કુપવાડા જીલ્લાના માછીલ સેકટરમાં થયેલ ધુષણખોરીનો પ્રયાસ જેમાં સતર્ક જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા અને મોટી માત્રામાં હથિયારો કબજે કર્યા.
એડીજીએ કહ્યું કે આ વર્ષ એલઓસી પર ખુબ સતર્કતા દાખવવામાં આવી છે ગત વર્ષ લગભગ ૧૪૦ આતંકી ઘુષણખોરી કરવામાં સફળ રહ્યાં હતાં પરંતુ આ વખતે ઇનપુટ અનુસાર કુલ ૨૫ આતંકી અત્યાર સુધી ધુષણખોરી કરવામા ંસફળ થયા છે. તેમણે કહ્યું કે અમે હંમેશા પોતાના કાઉટર ઇનરફલ્ટ્રેશન ગ્રિડમાં પરિવર્તન અને સુધાર સમય સમય પર લાવતા રહ્યાં છીએ જયારે પણ અમને ફીડબેક મળે છે જે પણ કમીઓ નજરે આવી છે તેનો આધાર ગ્રિડમાં સુધાર લાવવામાં આવે છે અને આ સામાન્ય પ્રક્રિયા છે જે સમય સમય પર ચાલી રહે છે.HS