એલઓસી ઉપર સેનાએ પાક. સેનાને મીઠાઈ આપી
શ્રીનગર, નવા વર્ષ ૨૦૨૨ની શરુઆત સાથે જ ભારતીય સેનાએ ફરી એક વખત પાકિસ્તાની સેના તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે.
ભારતે આ સાથે જ નિયંત્રણ રેખા પર શાંતિ જળવાઈ રહે તે માટે પહેલ કરી છે.ભારતીય સેના દ્વારા એલઓસી પર આજે નવા વર્ષ નિમિત્તે પાકિસ્તાની સેનાને મિઠાઈ ભેટ કરવામાં આવી હતી.
મળતી વિગતો પ્રમાણે સેનાના અધિકારીઓએ પાકિસ્તાની અધિકારીઓને મિઠાઈ આપવાની સાથે સાથે એલઓસી પર શાંતિ રહે તે માટે ઈચ્છા વ્યક્ત કરીને પાકિસ્તાનને નવા વર્ષની શુભકામનાઓ આપી છે. ભારતીય સેનાના અધિકારીઓનુ કહેવુ છે કે, આ વિસ્તારમાં શાંતિ સ્થપાયેલી રહે તે માટે આ પ્રકારના પ્રયાસ ભારતીય સેના દ્વારા વર્ષોથી થતા રહ્યા છે.જેનો ઉદ્દેશ પાકિસ્તાન સાથેના સબંધો સારા રાખવાનો છે.
હાલમાં એલઓસી પર ફેર્બ્રઆરી મહિનાથી શાંતિ બનેલી છે. જેનાથી બોર્ડર પર રહેતા લોકોને રાહત મળી છે.કારણકે જ્યારે બંને દેશો વચ્ચે ફાયરિંગ અને ગોળાબારી થતી હોય છે ત્યારે સરહદ પર રહેતા લોકોને નુકસાન ઉઠાવવુ પડતુ હોય છે.SSS