એલજી પોલીમર્સના અધિકારી સહિત ૧૨ ની ધરપકડ
વિશાખાપટ્ટનમની કેમિકલ ફેક્ટરીમાં ગેસ લિક-ઉચ્ચસ્તરીય તપાસ ટીમે મુખ્યમંત્રી રિપોર્ટ સોંપતા પોલીસ તપાસઃ ઘટનામાં ૧૦૦૦થી વધુ લોકો પ્રભાવિત થયા
હૈદરાબાદ, આંધ્રપ્રદેશની વિશાખાપટ્ટનમ પોલીસે સાત મેના રોજ એલજી પોલીમર્સની આરઆર વેંકટપુરમ ગામ Âસ્થત કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીક થવાની દુર્ઘટનામાં મંગળવારે ૧૨ લોકોની ધરપકડ કરી છે,એમાં કંપનીના ચાર ડાયરેક્ટર પણ સામેલ છે. ૭મી મેના રોજ આ કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીક થવાની દુર્ઘટનામાં ૧૧ લોકોના મોત થયા હતા
અને ૧૦૦૦થી વધુ લોકો પ્રભાવિત થયા હતા. ગેસ લીક થવાની ઘટના બાદ આસપાસના ત્રણ ગામ ખાલી કરી દેવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ અનુસાર આજે કરાયેલી ધરપકડની કાર્યવાહી ગેસ લીક ઘટનાની તપાસ કરી રહેલી એક ઉચ્ચસ્તરીય કમિટીની રિપોર્ટ આવ્યા બાદ કરાઈ છે. આ તપાસમાં રિપોર્ટમાં સમિતિએ બેદરકારી રાખવા બદલ કંપનીના તમામ ઉચ્ચ મેનેડમેન્ટ અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની ભલામણ કરી હતી.
વિખાશાપટ્ટનમ પોલીસ પોલીસ કમિશનર આર.મીણાએ કહ્યું કે જે લોકોની ધરપકડ કરાઈ, એમાં કંપનીના સીઈઓ અને મેનેજમેન્ટ ડાયરેક્ટર સંકી જિયોંગ, ટેકનિકલ ડાયરેક્ટર ડીએસ કિમ, એડિશનલ ડાયરેક્ટર(ઓપરેશન્સ) પીપીસી મોહન રાવ, સ્ટાઇરીન મોનિટરિંગ વિભાગના પ્રભારી શ્રીનિવાસ કિરણ કુમાર, પ્રોડક્શન ટીમ લીડર રાજૂ સત્યનાયારણ, એન્જનિયર સી.ચંદ્રશેખર, કે.ગૌરશંકર રામૂ અને કે.ચક્રપાણિ, ઓપરેટર એમ.રાજેશ, નાઇટ ડ્યુટી ઓફિસર(ઓપરેશન્સ)પી.બાલાજી, સિક્યોરિટી પ્રભારી એસ.અચ્યુત અને સુરક્ષા પ્રભારી(નાઇટ શિફ્ટ)ના વેંકટ નરસિમ્હા પટનાયક સામેલ છે.
રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ઉચ્ચ સ્તરીય કમિટીએ સોમવારે ૪૦૦ પેજની પોતાની રિપોર્ટ મુખ્યમંત્રી સોંપી હતી અને ભલામણ કરી હતી કે કંપનીના તમામ ડાયરેક્ટર અને મેનેજમેન્ટ્સની વિરુદ્ધ કેસ દાખલ થવો જોઈએ. આ સાથે કેમિકલ પ્લાન્ટ બંધ કરવામાં આવે અથવા આર વેંકટપુરમથી હટાવીને અન્ય કોઈ જગ્યાએ લઈ જવામાં આવે તેવી ભલામણ કરાઈ હતી. પર્યાવરણ, વન, વિજ્ઞાન અને ટેકનોલોજીના સ્પેશ્યલ ચીફ સેક્રટરી અને ઉચ્ચ સ્તરીય સમિતિના ચેરમેન નીરભ કુમાર પ્રસાદે કહ્યું હતુંકે અમે સ્ટાઇરીન ગેસ લીક માટે જવાબદાર દરેક વ્યÂક્તની બેદરકારી માટે ભૂમિકા સાબિત કરી હતી. એમાં કોરિયાના ડાયરેક્ટર અને મેનેજમેન્ટ પણ સામેલ છે.
ઉચ્ચસ્તરીય તપાસ ટીમે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, આ દુર્ઘટનાનું મૂળ કારણ ટેન્કની ખરાબ ડિઝાઈન, રેÂફ્રજરેશન પુરતી નહીં અને ખરાબ કુલિંગ સિસ્ટમ, સર્ક્યુલેશન અને મિÂક્સંગ સિસ્ટમની કમી, માપદંડો અપુરતા, ખરાબ સુરક્ષા પ્રોટોકોલ, જાગૃતતાનો અભાવ, ખરાબ સુરક્ષા પ્રણાલી, મેનેજમેન્ટમાં કમી,સ્ટાઇરીન અંગે જાણકારીનો અભાવ વિશેષ રુપે સંગ્રની Âસ્થતિમાં, ઈમરજન્સી રિસ્પોન્સ પ્રÂક્રયા બંધ થવી અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું નહીં.