એલન મસ્કની નેટવર્થ વધીને ૨૩૬ અબજ ડોલર
નવી દિલ્હી, દુનિયાના સૌથી ધનિક અને ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કની નેટવર્થ રોકેટની ઝડપે વધી રહી છે. શુક્રવારના રોજ ટેસ્લાના શેરમાં સતત પાંચમા દિવસે તેજી જાેવા મળી.
બ્લૂમર્ગ બિલિયોનરિસ ઈન્ડેક્સ અનુસાર એલન મસ્કની નેટવર્થ ૬.૦૬ અબજ ડોલર વધીને ૨૩૬ અબજ ડોલર પહોંચી ગઈ છે. આ વર્ષે તેમની નેટવર્થમાં ૬૬.૫ અબજ ડોલરમાં વધારો જાેવા મળ્યો છે અને તે અમેઝોનના જેફ બેઝોસ કરતા ઘણાં આગળ નીકળી ગયા છે. આ દરમિયાન ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ટોપ ૧૦માંથી બહાર થઈ ગયા છે.
શુક્રવારના રોજ ટેસ્લાના શેર ૮ મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા હતા. જેફેરીસના એનાલિસ્ટ ફિલિપ હાઉચોઈસએ ટેસ્લાના પ્રાઈસ ટાર્ગેટ અને કમાણીના અનુમાનમાં વધારો કર્યો છે. તેમનું કહેવું છે કે, ચીનમાં ઈલેક્ટ્રિક વાહનોને લગતી ચિંતાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.
શુક્રવારના રોજ ટેસ્લાના શેરમાં ૩ ટકાથી વધારે તેજી નોંધાઈ હતી જ્યારે આ અઠવાડિયામાં કુલ ૭.૩ ટકા તેજી જાેવા મળી હતી. સતત આઠમા અઠવાડિયે આ તેજી જાેવા મળી છે. આ પહેલા ફેબ્રુઆરી ૨૦૨૦માં ટેસ્લાના શેરમાં સતત ૧૨ અઠવાડિયા સુધી તેજી જાેવા મળી હતી.
આ દરમિયાન ભારત અને એશિયાના સૌથી વધારે ધનિક મુકેશ અંબાણી દુનિયાની ટોપ ૧૦ ધનિકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. અમેરિકાના દિગ્ગજ રોકાણકાર વૉરેન બફે એકવાર ફરી તેમનાથી આગળ નીકળી ગયા છે. મુકેશ અંબાણી ૧૦૨ અબજ ડોલરની નેટવર્થ સાથે આ લિસ્ટમાં ૧૧મા ક્રમાંક પર છે. આ વર્ષે તેમની નેટવર્થમાં ૨૫.૨ અબજ ડોલરનો વધારો જાેવા મળ્યો છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ૭૭.૭ અબડ ડોલરની નેટવર્થ સાથે યાદીમાં ૧૩મા ક્રમાંક પર છે. તે મુકેશ અંબાણી પછી ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. અંબાણી અને અદાણી વચ્ચે હવે દુનિયાના સૌથી ધનિક મહિલા ફાંસ્વાઝ બેટનકોર્ટ માયર્સ ૧૨ ક્રમાંક પર છે. આ વર્ષે તેમની નેટવર્થમાં ૪૪ અબજ ડોલરનો વધારો જાેવા મળ્યો છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ૨૩૬ અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના પ્રથમ ક્રમાંકના ધનિક છે. અમેઝોનના જેફ બેઝોસ ૧૯૭ અબજ ડોલરની નેટવર્થ સાથે બીજા ક્રમાંક પર છે. ફ્રાન્સના બિઝનસમેન અને દુનિયાની સૌથી મોટી લક્ઝરી ગુડ્સ કંપની એલવીએમએચ મોએટ હેનનેસ્સીના ચેરમેન બર્નાર્ડ આરનૉલ્ટ આ યાદીમાં ત્રીજા ક્રમાંકે છે અને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ચોથા ક્રમાંક પર છે.SSS