એલન મસ્કે ટ્વીટરનો સોદો હાલ સ્થગિત કર્યો

વોશિંગ્ટન, વિશ્વજગતના સૌથી મોટા ટેક્નોલોજી સોદા ટિ્વટર-મસ્ક ડીલ ખોરંભે ચઢી છે. ટિ્વટરના સ્પામ અને ફેક એકાઉન્ટની અપૂરતી માહિતીને કારણે આ સોદો કાર્યકારી ધોરણે અટકાવવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત ખુદ એલોન મસ્કે કરી છે.
ટિ્વટરને ખરીદવા માટેની ઓફર કરનાર એલોન મસ્કે કહ્યું ટિ્વટરના કુલ ૨૨.૯ કરોડ યુઝર્સમાં કેટલાક નકામા ખોટા, સ્પામ એકાઉન્ટ અંગે ચોક્કસ માહિતી મળે નહિ ત્યાં સુધી આ સોદો મુલતવી રાખવામાં આવ્યો છે.
ટિ્વટરના આધિકારીક નિવેદન અનુસાર તેમના કુલ યુઝર્સમાં આ પ્રકારના ફેક એકાઉન્ટ ૫% જ છે.
એલોન મસ્કે અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે મારી સૌથી મોટી જરૂરિયાત ટિ્વટરના ખોટા સ્પામ એકાઉન્ટને બંધ કરવાની છે પ્લેટફોર્મ પરથી દૂર કરવાની છે.
વિશ્વના સૌથી ધનાઢ્ય એલોન મસ્કે આ સોદાને અભરાઈએ ચઢાવતા ટિ્વટરના શેરમાં મસમોટો કડાકો નોંધાયો છે. ટિ્વટરનો શેર પ્રી માર્કેટ સેશનમાં ૨૪%ના કડાકા સાથે ૩૪.૪૯ ડોલરના લેવલે કામકાજ કરી રહ્યો છે.SSS