Western Times News

Gujarati News

એલન મસ્ક આશરે 83,145 કરોડ ટેક્સ ચુકવશે

નવી દિલ્હી, ઈલેક્ટ્રીક કાર બનાવનારી ટેસ્લા અને અંતરિક્ષ મિશન લોંચ કરનારી સ્પેસએક્સ જેવી કંપનીઓની સ્થાપના કરનારા એલન મસ્ક આ વર્ષે અમેરિકામાં આશરે ૮૩ હજાર ૧૪૫ કરોડ (આશરે ૧૧ અબજ ડોલર) કરવેરાની ચુકવણી કરશે. વર્તમાન સમયમાં વિશ્વમાં સૌથી વધુ શ્રીમંત મસ્કે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી.

અત્યારે તેમની સંપત્તિ આશરે ૧૮ લાખ કરોડ રૂપિયા (૨૩૬ અબજ ડોલર) આંકવામાં આવે છે, જે વિશ્વના બીજા ક્રમના શ્રીમંત વ્યક્તિ જેફ બેઝોસની ૧૪.૫૮ લાખ કરોડ (૧૯૩ અબજ ડોલર)ની સંપત્તિ કરતાં આશરે ૨૫ ટકા વધારે છે. ભારતની દ્રષ્ટિએ જાેવામાં આવે તો દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ આશરે ૮૫ અબજ ડોલર છે.

એટલે કે મસ્કની સંપત્તિની તુલનામાં ત્રીજા ભાગની છે. આ દ્રષ્ટીએ મસ્ક અમેરિકામાં આ વર્ષે જેટલા પ્રમાણમાં ટેક્સની ચુકવણી કરશે તે અંબાણીની સમગ્ર સંપત્તિના ૧૩ ટકા હિસ્સા જેટલી છે. જાેકે તેમ છતાં અમેરિકાના ડેમોક્રેટ સાંસદ મસ્ક તરફથી વર્ષોથી ટેક્સ નહીં ચુકવવામાં આવતો હોવાનો મુદ્દો ઉછાળતા રહ્યા છે.

હકીકતમાં આ વર્ષના જૂનમાં જ પ્રો-પબ્લિકા નામના પ્રકાશનમાં એક અહેવાલ પ્રકાશિત થયો હતો. તેમા રેવેન્યૂ સર્વિસિને લગતા દસ્તાવેજને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ ૨૦૧૪ અને વર્ષ ૨૦૧૬માં કરોડો ડોલરના ટેક્સની વસૂલાતને છોડી દેવામાં આવે તો વર્ષ ૨૦૧૫માં તેમની પોતાની સંપત્તિ અબજાે ડોલરમાં છે તેની ઉપર ફક્ત ૬૮ હજાર ડોલર (આશરે ૫૦ લાખ કરોડ) ટેક્સ ચુકવ્યો છે.

આ દ્રષ્ટિએ વર્ષ ૨૦૧૭માં તેમણે ૬૫ હજાર ડોલર (આશરે ૪૬ લાખ રૂપિયા) ભરીને ટેક્સ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. એક બિઝનેસ મેગેઝીનને આપેલાં ઈન્ટરવ્યૂમાં એલન મસ્કે જણાવ્યુંકે, ૨૦૨૧માં ૮૩ હજાર કરોડ રૂપિયા (૧૧ અબજ ડોલર) ટેક્સ ભરશે. હકીકતમાં તેમણે પોતાના રોકાણ પર થતી આવક આશરે ૬૫૦૦ કરોડ (૮૪.૨ કરોડ ડોલર)નો ટેક્સ ભરવાનો છે.

આ ઉપરાંત તેમણે અમેરિકાના કેલિફોર્નિયાથી ટેક્સનો બેઝ બનાવવા પણ ટેક્સ ચુકવવો પડે છે. અમેરિકાના ટેક્સ બાબતના નિષ્ણાતોનો અંદાજ છે કે મસ્કને કેન્દ્ર અને રાજ્ય પ્રમાણે આશરે ૭ અબજ ડોલરનો ટેક્સ આપવાનો છે, આ ઉપરાંત ૪ અબજ ડોલરનો ટેક્સ પણ તેમણે ૧ જાન્યુઆરી ૨૦૨૨ અગાઉ ચુકવવાનો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.