Western Times News

Gujarati News

એલન મસ્ક ગેટ્‌સને પછાડીને વિશ્વના બીજા સૌથી ધનાઢ્ય

નવી દિલ્હી, ટેસ્લા ચીફ અને અબજોપતિ એલન મસ્ક છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં હતા કે તે ટૂંક સમયમાં જ માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્‌સને માત આપીને દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બની શકે છે. છેવટે સોમવારે તે દિવસ આવી ગયો જ્યારે એલન મસ્કે બિલ ગેટ્‌સને પાછળ રાખી દીધા.

૪૯ વર્ષીય એલન મસ્કની સંપત્તિ હવે ૭.૨ અબજ ડૉલર વધી ૧૨૭.૯ અબજ ડૉલર પહોંચી છે. ટેસ્લાના શેરોમાં વધારો થવાથી એલન મસ્ક નેટવર્થમાં એટલો વધારો થયો છે. આ વર્ષે એલન મસ્કની સંપત્તિ લગભગ ૧૦૦ અબજ ડોલર વધી. એલન મસ્કની સંપત્તિ ૨૦૨૦ માં ૧૦૦ અબજ ડોલરનો ઉમેરો કરી ચુક્યા છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર, એલન મસ્ક જાન્યુઆરીમાં સમૃદ્ધ રેન્કિંગમાં ૩૫મા ક્રમે હતા, પરંતુ તેની સંપત્તિમાં વધારો થવાના કારણ કે તે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા. ૨૦૨૦ એલન મસ્ક માટે ખૂબ જ ભાગ્યશાળી વર્ષ સાબિત થયું છે.

હાલમાં, એમેઝોનના જેફ બેઝોસ ૧૮૩ અબજ ડોલર સાથે યાદીમાં પ્રથમ ક્રમે છે. તેના પછી બીજા નંબરે ૧૨૭.૯ એલન મસ્ક બીજા નંબર પર રહેલ બિલ ગેટ્‌સ ત્રીજા સ્થાને આવી ગયા છે તેમની કુલ ૧૨૭.૭ અબજ સાથે હવે ત્રીજા ક્રમે આવી ગઈ છે.
બર્નાર્ડ અર્નાલ્ડ ૧૦૫ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વનો ચોથો સૌથી ધનિક વ્યક્તિ છે. ફેસબુકના માર્ક ઝુકરબર્ગ પાસે ૧૦૨ અબજ ડૉલર સંપત્તિ છે સાથે તે આ યાદીમાં પાંચમા ક્રમે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.