એલિયન્સે તેનું બાવન વખત અપહરણ કર્યું : મહિલા
બ્રિટનની મહિલાએ કહ્યું કે, તે જ્યારે ઘણી નાની હતી ત્યારે પહેલી વખત એલિયન્સે તેનું અપહરણ કર્યું હતું
લંડન: અવારનવાર દાવો કરવામાં આવે છે કે, બ્રહ્માંડમાં એલિયન્સ છે અને તે અવાર-નવાર ધરતી પર આવે છે. આ દરમિયાન બ્રિટનની એક મહિલા પાઉલા સ્મિથે દાવો કર્યો છે કે, એલિયન્સે તેનું ૫૨ વખત અપહરણ કર્યું છે અને તેને ઉઠાવીને યુએફઓમાં લઈ ગયા છે. એટલું જ નહીં પાઉલાએ પોતાના આ દાવાનું સમર્થન કરતા કેટલાક પુરાવા પણ આપ્યા છે. બ્રેડફોર્ડ વિસ્તારમાં રહેતી પાઉલાએ કહ્યું કે, એલિયન્સને તેનું પહેલી વખત અપહરણ કર્યું ત્યારે તે ઘણી નાની હતી.
પાઉલા જણાવ્યું કે, અત્યાર સુધીમાં એલિયન્સ તેનું ૫૨ વખત અપહરણ કરી ચૂક્યા છે. તેણે પોતાના શરીર પર કેટલાક નિશાનની તસવીર પણ બતાવી. તેનો દાવો છે કે, એક વખત અપહરણ કર્યા બાદ એલિયન્સે તેના શરીર પર આ નિશાન બનાવી દીધા હતા. તેણે એલિયનની એક તસવીર કાગળ પર બનાવીને કહ્યું કે, તે આ પ્રકારના દેખાતા હતા. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, પાઉલાએ કહ્યું કે, ‘મેં આવી ૫૨ ઘટનાનો અનુભવ કર્યો છે. કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી અને મને એવું લાગ્યું પણ નહીં કે, કંઈક થવા જઈ રહ્યું છે.
આ અચાનકથી બન્યું. મેં બસ તેને સામાન્ય રીતે લીધું, નહીં તો હું પાગલ થઈ ગઈ હોત.’ તેણે દાવો કર્યો કે, યુએફઓની અંદર તેને લઈ જવાતી હતી. તેણે કહ્યું કે, ‘હું એક અવકાશ યાનમાં હતી અને એલિયન્સે તેને એવી ટેકનિક બતાવી જે આપણી પાસે નથી. બ્રિટનની મહિલાએ જણાવ્યું કે, એલિયન્સે તેને એક સ્લાઈડ શો બતાવ્યો, જેમાં મને અનુભવ થયો
તે એક ફિલ્મ છે, જેમાં દર્શાવાયું છે કે, મનુષ્યની લાલચથી ધરતીનો અંત આવી ગયો. પરિવહન વિભાગમાં કામ કરતી પાઉલાએ દાવો કર્યો કે, જ્યારે તે ધરતી પર પાછી ફરી તો તેના ચહેરા અને હાથ પર નિશાન હતા. તેણે કહ્યું કે, વર્ષ ૧૯૮૨માં તેણે પહેલી વખત અવકાશ યાન જાેયું હતું.