એલિસબ્રિજ પાસે ૧૧ લોકો સટ્ટો રમતા પકડાયા: ૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ, અમદાવાદમાં જુગાર અને સટ્ટો રમતા અનેક લોકો પોલીસના હાથે પકડાઈ રહ્યાં છે. મેચનો જુગાર હોય કે પાનાનો જુગાર હોય સટોડિયા શહેરમાં વધી રહ્યાં છે.
એલિસબ્રિજ પાસે સ્થિત શ્યામક કોમ્પલેક્સમાં ઘણા સમયથી શેરબજારમાં ડબ્બા ટ્રેડિંગમાં લાખોનો સટ્ટો અને રોકડના વ્યવહાર એ.સી. ઓફિસમાં થતાં હતાં. પોલીસે ઘટના સ્થળેથી ૧૧ લોકોને સટ્ટો રમતાં ઝડપી પાડ્યાં હતાં. તેમની પાસેથી ૧૮ લાખની રોકડ સહિત ૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે એલિસબ્રિજ પાસેના શ્યામક કોમ્પલેક્સમાં શાશ્વત સ્ટોક બ્રોકર પ્રા. લી. નામની ઓફિસમાં મોટા પાયે ડબ્બા ટ્રેડિગ ચાલતું હતું. જેની બાતમી મળતા એલિસબ્રિજ પોલીસની ટીમ ત્યાં અલગ અલગ ટીમ બનાવીને કોઈ લિફ્ટમાંથી તો કોઈ સીડી મારફતે પહોંચી હતી.
પોલીસે આરોપીઓ મોટા ગજાના વેપારીઓ સાથે કનેક્ટેડ હોવાની શંકાના આધારે કોલ ડિટેઈલ કઢાવીને કોઈને પણ નહીં છોડવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે.