એલિસ પેરીના ડિવોર્સ પછી કેમ ટ્રોલ થઈ રહ્યો છે ભારતીય ક્રિકેટર મુરલી વિજય ?
ઓસ્ટ્રેલિયાની બેસ્ટ મહિલા ક્રિકેટરમાંથી એક ઓલરાઉન્ડર એલિસ પેરીના હાલમાં જ છૂટાછેડા થયા છે. તેણે ઓસ્ટ્રેલિયાના રગ્બી સ્ટાર મેટ ટોઉમા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી છે. આ છૂટાછેડાના કારણે ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું અને આ દરમિયાન ઘણી રસપ્રદ બાબત જાેવા મળી હતી. એલિસ પેરીના છૂટાછેડા પછી ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર મુરલી વિજય સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે મુરલી વિજયે થોડા દિવસો પહેલા જ એલિસ પેરીને સૌથી સુંદર ક્રિકેટર ગણાવી હતી અને તેણે એ પણ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે તેની સાથે ડિનર ડેટ પર જવાનું પસંદ કરશે. આ પછી એલિસ પેરીએ મુરલી વિજયની વાતનો જવાબ આપતા કહ્યું હતું કે તે તેની સાથે ડિનર ડેટ પર જવા તૈયાર છે પણ બિલ તેણે ચુકવવું પડશે.
આવા સમયે જ્યારે એલિસ પેરીના છૂટાછેડાના સમાયાર સામે આવ્યા તો પ્રશંસકોએ મુરલી વિજયને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણા યૂઝર્સે લખ્યું કે એલિસ પેરીના તલાકથી મુરલી વિજય ઘણો ખુશ થશે. તમને જણાવી દઈએ કે મુરલી વિજય પરણિત છે અને તેની પત્નીનું નામ નિકીતા છે. તેમને ત્રણ બાળકો છે. નિકીતા પહેલા દિનેશ કાર્તિકની પત્ની હતી પણ તેનું મુરલી વિજય સાથે અફેર હતું. આ કારણે નિકીતા અને કાર્તિકના છુટાછેડા થયા હતા. જે પછી મુરલી વિજય નિકીતા સાથે લગ્ન કર્યા હતા