Western Times News

Gujarati News

એલીસબ્રીજ વિસ્તારમાં હોટલના મેનેજર વિરૂધ્ધ કાર્યવાહી

(પ્રતિનિધિ) અમદાવાદ : દેશના વિકસિત ગુજરાત રાજય પર આંતકવાદીઓ સતત ડોળો રહલો છે જેના પગલે ગુજરાત પોલીસ પણ એલર્ટ બનેલી છે અને અગમચેતીના તમામ પગલા ભરવામાં આવી રહયા છે અમદાવાદ શહેરની તમામ હોટલોમાં ગ્રાહકોની સંપૂર્ણ વિગતો રાખવા માટે બનાવવામાં આવેલા પથિક સોફટવેરનો ઉપયોગ ફરજીયાત કરવામાં આવ્યો છે તેમ છતાં શહેના એલીસબ્રીજ વિસ્તારમાં આવેલી એક હોટલના મેનેજર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવતા પોલીસે મેનેજર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં હોટલો અને ગેસ્ટ હાઉસોનું નિયમિત ચેકિંગ કરવામાં આવે છે અહીયા ઉતરતા ગ્રાહકોની સંપૂર્ણ વિગતો ફરજીયાત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે આ ઉપરાંત તમામ હોટલો અને ગેસ્ટહાઉસોમાં સીસીટીવી કેમેરા ફરજીયાત કરવામાં આવ્યા છે.

તાજેતરમાં જ પોલીસ તંત્ર દ્વારા પથિક સોફટવેરનો ઉપયોગ ફરજીયાત કરવામાં આવ્યો હતો આ સોફટવેર મારફતે હોટલો અને ગેસ્ટહાઉસોમાં ઉતરતા ગ્રાહકોની તમામ વિગતો પોલીસને ઓનલાઈન પ્રાપ્ત થઈ જતી હતી આ દરમિયાનમાં એલીસબ્રીજ વિસ્તારમાં આવેલી હોટલ આશ્રમ ઈનના મેનેજર દિલીપસિંહ ચુડાવત પોલીસ કમિશ્નરના આદેશનો અનાદર કરતા જાવા મળ્યા હતા આ હોટલમાં પથિક સોફટવેરનો ઉપયોગ થતો નહી હોવાનું જાણવા મળતા જ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈકાલે હોટલમાં તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન હોટલમાં ઉતરતા ગ્રાહકોની યોગ્ય વિગતો જાવા મળી ન હતી અને પથિક સોફટવેરનો ઉપયોગ પણ કરવામાં આવતો ન હતો જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પથિક સોફટવેરમાં ઓનલાઈન જ જાણ થઈ જતી હોવાથી ક્રાઈમબ્રાંચ અને એસઓજી દ્વારા નિયમિત તપાસ કરવામાં આવતી હોય છે અને તેમાં એલીસબ્રીજ વિસ્તારમાં આવેલી આશ્રમ ઈન હોટલના મેનેજરની બેદરકારી બહાર આવી હતી તાજેતરમાં ૧૬ જેટલા હોટલોના મેનેજર વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

ત્યારબાદ ગઈકાલે એલીસબ્રીજ વિસ્તારમાં વધુ એક હોટલના મેનેજર વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવતા હવે હોટલના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.