એલેન્જર્સ પ્રોડક્ટ “એક્યુટોમ-32” IRIA 2020, ગાંધીનગર ખાતે સીટી સ્કેનર લોન્ચ
– હાઉસ ઓફ એલેન્જર્સ દ્રારા કેનન મેડિટલ સિસ્ટમ્સ કોર્પોરેશન (સીએમએસસી) જાપાન સાથેના સંયુક્ત ઉપક્રમે “એક્યુટોમ-32”ની રજૂઆત
ગાંધીનગર, ચંદીગઢ સ્થિત એમએનસી જે અગાઉ એક્સ-રેસિસ્ટમ્સ તરીકે ઓળખાતી હતી તે એલેન્જર્સ મેડિકલ સિસ્ટમ્સ લિમિટેડ આજે તેના સંશોધન પ્રયાસોના ભાગરૂપે ડિજિટલ રેડિયોગ્રાફી સિસ્ટમ્સ, ડીઆરએફ સિસ્ટમ્સ, ડીજીટલ મેમોગ્રાફી સિસ્ટમ વીથ ટોમોસિસ્થેસિસ, ડીએસએ સિસ્ટમ્સ, કેથલેબ્સ, એફપીડી સાથે સી-આર્મ, એચએફ એક્સ-રેસિસ્ટમની સંપુર્ણ શ્રેણી વગેરે જેવાં સંખ્યાબંધ વર્ટીકલ્સમાં અગ્રણી સ્થાન ધરાવતું નામ બની ગયું છે. અમે ખાતરી આપીએ છીએ કે અમારા પ્રયાસો અને સંશોધનો અમારા મૂલ્યવાન ગ્રાહકો માટે નાણાના વાસ્તવિક વળતરમાં પરિવર્તિત થાય છે.
આ દિશામાં એલેન્જર્સ ભારતીય મૂળની એવી સૌ પ્રથમ કંપની છે કે, જે ભારતમાં સીટી સ્કેનરનું ઉત્પાદન કરે છે. એલેન્જર્સ હવે “એક્યુટોમ-32”- એ 32 સ્લાઇસ સીટી સ્કેનર લોન્ચ કરી રહી છે. કંપનીના સીએમડી સુરેશ શર્મા જણાવે છે કે, એલેન્જર્સ ગ્રાહકોના માનસિક વલણ, અને સિસ્ટમ ક્ષમતા જેવા ગુણવત્તાયુક્ત પ્રયાસો સાથે ઓર્ગેનાઈઝેશનને આગળ ધપાવવામાં દ્રઢપણે વિશ્વાસ રાખે છે.
“એક્યુટોમ-32”ને એલેન્જર્સ અને જાપાનની કેનન મેડિકલ સિસ્ટમ્સ કોર્પોરેશન દ્રારા સંયુક્તપણે ડેવલોપ કરાઇ છે અને તેનું ઉત્પાદન કેનન મેડિકલની સીટી કીટના ઉપયોગ મારફત કરવામાં આવશે. ઇન્ડો-જાપાન સંયુક્ત પ્રયાસના સાચા અર્થમાં આ પ્રોડક્ટ ભારતના ઔદ્યોગિક સ્પિરિટ અને જાપાનની એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતાનું પ્રતિક બની રહેશે. બ્રાન્ડ એલેન્જર્સમાં ગ્રાહકોના વિશ્વાસના કારણે જ તેઓ ઉત્કૃષ્ટતાના પ્રવાસના 33 વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જેનાથી તેઓ ભારતમાં ટોચનું સ્થાન મેળવી શક્યા છે અને વાસ્તવિક સ્વરૂપમાં ઇન્ડિયન એમએનસીનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
એલેન્જર્સ પાસે ભારત સરકાર માન્ય ઇન-હાઉસ આરએન્ડડી / ક્યૂ.સી. સેટઅપ્સ/ ટેસ્ટીંગ ઇક્વિપમેન્ટ્સથી સજ્જ લેબ્સ. જેથી કાચા માલો ઉપર ચેક રાખી ક્વોલિટી જાળવી શકાય. ચંદીગઢ નજીક 12 એકરમાં સ્થપાયેલી ઉત્પાદન વ્યવસ્થામાં ઉત્પાદનની વિશાળ શ્રેણી ધરાવે છે. વિસ્તરણને ધ્યાનમાં લેતાં હાલના ઉત્પાદન સ્થળની નજીકમાં જ વધુ 22 એકર જમીન સંપાદન કરાઇ છે.
એક્સ-રે મશીન્સ, મોબાઇલ સી-આર્મ્સ, કેથ લેબ્સ, મેમોગ્રાફી સિસ્ટમ્સ, ડિજિટલ રેડિયોગ્રાફી સિસ્ટમ્સ, લીથો ટ્રીપ્ટર્સ વગેરે જેવાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સની 96થી વધુ દેશોમાં નિકાસ માટે કંપનીનો ટ્રેક રેકોર્ડ વિવિધ એમએનસીની હાજરી છતાં ઉત્કૃષ્ટ જ રહ્યો છે. એલેન્જર્સ બ્રાન્ડ વેલ્યુ અને બિઝનેસને વિકસિત કરવામાં નિપુણતા ધરાવે છે. જે વિશ્વવ્યાપી ઓળખ અને પ્રતિષ્ઠા પૂરી પાડશે નહીં. પરંતુ સ્પર્ધાત્મક વિશ્વમાં બિઝનેસ ચલાવવામાં હરીફનો લાભ આપશે.
એલેન્જર્સે રાષ્ટ્રીય (વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના હસ્તે) અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. જે માત્ર કંપનીના વેચાણો, ટર્નઓવર નફાના લીધે શક્ય નથી બન્યુ, પરંતુ લીડરશીપ, બિઝનેસ એથિક્સ, સીએસઆર, આઈડિજિનોસ ઈનોવેશન જેવા વિભિન્ન ફેક્ટર્સે મહત્વનો ભાગ ભજવ્યો છે.