એલ.જી.હોસ્પિટલ ફરીથી કાર્યરત થઈ
અમદાવાદ શહેરમાં કોરોનાના વધેલા વ્યાપ અને ફ્રન્ટલાઈન warriors પણ કોરોના ની ઝપટમાં આવતા મેડીકલ સેવા ખોરવાઈ ગઈ છે શહેરના ખાનગી તબીબો તેમના ક્લિનિક અને હોસ્પિટલો બંધ કરીને lockdown અમલ કરી રહ્યા છે
જ્યારે સરકારી હોસ્પિટલોમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પણ કોરોના ની ઝપટમાં આવતા અને રોગના દર્દીઓની હાલત કફોડી બની રહી છે જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ જી હોસ્પિટલ ને તાકીદે ફરીથી કાર્યરત કરવામાં આવી છે
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે એલ.જી.હોસ્પિટલ ૨૮ એપ્રિલથી ફરીથી શરૂ કરવામાં આવી છે હોસ્પિટલના ઓર્થોપેડિક બોર્ડ ને બંધ રાખવામાં આવશે તે સિવાય બાકી તમામ બોર્ડ કાર્યરત થઈ ગયા છે ઓર્થોપેડિક બોર્ડ ના ગરબીઓ ના કારણે હોસ્પિટલના તબીબો નર્સિંગ સ્ટાફ કોરોના ની ઝપટમાં આવી ગયા હતા જેના કારણે થોડા દિવસ માટે હોસ્પિટલ બંધ કરવાની ફરજ પડી હતી
હોસ્પિટલમાં કોરોનાને લગતી કોઇપણ સારવાર આપવામાં આવતી નથી તેમ છતાં ડોક્ટર અને અન્ય સ્ટાફને સુરક્ષાના તમામ સાધનો આપવામાં આવશે. એલજી હોસ્પિટલ ૨૨ એપ્રિલથી બંધ કરવામાં આવી હતી ત્યારબાદ તમામ વોર્ડ અને ઓફિસને સેનેટાઇઝ કરવામાં આવ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.