એલ મુરુગન સાંસદ નથી છતાં મોદીના કેન્દ્રીય મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે

ચેન્નાઇ: તમિલનાડુ ભાજપના અધ્યક્ષ એલ મુરુગનને બુધવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. હકિકતમાં તમિલનાડુમાં હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૨ દશક બાદ ૪ સીટ મેળવવામાં સફળ રહી હતી. તેવામાં એલ મુરુગનને આના ઈનામ રુપે બુધવારે કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા અપાઈ છે. મનાઈ રહ્યું છે કે સારા પ્રદર્શનના દમ પર જ મુરુગનને કેબિનેટમાં સામેલ કરાયા છે. કેમ કે મુરુગન જ્યારે માર્ચ ૨૦૨૦માં ભાજપના તમિલનાડુ એકમમાં અધ્યક્ષ બન્યા હતા ત્યારે તેમની પાસે વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવામાં મુશ્કેલથી એક વર્ષનો સમય હતો. છતાં તેમનું પ્રદર્શન સારુ રહ્યું.
તમિલનાડુમાં દ્રવિડ વિચાધારાના મૂળીયા ઉંડા હોવાને કારણે હિન્દુત્વની આગળ રાખનાર પાર્ટીનું નેતૃત્વ કરવું સરળ કામ નહોંતુ. પણ મુરુગન તેમાંથી ૪ સીટ જીતી લાવ્યા છે. પણ તે પોતે હારી ગયા હતા.ભાજપના પ્રવક્તા નારાયણન તિરુપતિએ કહ્યું કે મુરુગન પરિશ્રમી, અત્યંત સક્રિય અને ઉર્જાવાન યુવા છે. જ્યારે તમને પ્રદેશ પ્રમુખ બનાવાયા તો તેમણે તેને પડકાર રુપે લીધું. ૨૦ વર્ષથી પણ વધારે સમયથી
પાયાના કાર્યકર્તા તરીકે કામ કર્યુ. દલિત નેતા મુરુગન ભાજપમાં સામેલ થતા પહેલા આરએસએસ સાથે જાેડાયેલા હતા.
મુરુગન ધારાપુરમ મતવિસ્તારમાં ૧૩,૯૩ મતોના અંતરથી વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા. દ્રમુક સહયોગીના રુપમાં ભાજપે ૨૦૦૧ની વિધાનસભા ચૂંટણીમાં ચાર સીટ જીતવામાં સફળ રહી હતી. આ વખતે ભાજપ ચાર સીટો જીતી શકી. તમિલનાડુના નામક્કલ જિલ્લાના રહેનારા ૪૪ વર્ષથી મુરુગન પ્રદેશ ભાજપના પ્રમુખ બનતા પહેલા રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ હતા. તેમને હવે ભાજપ શાસિત કોઈ રાજ્યથી રાજ્યસભામાં માટે પસંદ કરાય તેવી આશા છે. કાયદામાં પીજી કરનારા મુરુગનએ માનવાધિકાર કાયદામાં ડોક્ટરી કરી છે.