એવરેસ્ટ સર કરી વતન ખંભાળિયા આવેલા તબીબનું અદકેરું સ્વાગત

ખંભાળિયા, ખંભાળિયાની સાંકેત હોસ્પિટલના આહીર યુવા ડોકટર સોમાત ચેતરીયાએ તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. ર૪ કલાકમાં એવરેસ્ટ અને લાહોત્સે એમ બે ઉંચા શીખર સર કરવાનો રેકોર્ડ સર્જાતાં તથા એવરેસ્ટ બેઝ પર ગયા વગર સીધા એવરેસ્ટ ચડવાની વિશવ રેકોર્ડ કરનાર સોમાત ચેતરીયા આજે ખંભાળીયા પરત આવતા તેમનું રેલવે સ્ટેશને સ્વાગત થયું હતું.
રેલવે સ્ટેશન પાસે તેઓ આવતા જ મોટી સંખ્યામાં નાગરીકો આગેવાનોએ તેમના પર પુષ્પવર્ષા કરીને હારથી ઢાંકી દીધા હતા તથા પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહીલાઓ પણ જાેડાઈ હતી. લોકો એટલા ઉમટયા હતા. કે રસ્તો બંધ થઈ ગયો હતો.
ડો.સોમાત ચેતરીયાનું ખુલ્લી શણગારેલી જીપમાં બેસાડીને અભિવાદન કરાયું. રેલવે સ્ટેશનથી સોનલ માતાજીના મંદીર સુધી ડીજે તથા ઢોલ નગારા સાથે રેલી સ્વાગત સાથે નીકળી હતી. સોનલ માતાજીના મંદીરે સન્માન કાર્યક્રમમાં ડો.સોમાત ચેતરીયાએ તેમના પ્રવાસ એવરેસ્ટના વર્ણનો કર્યા હતા.
સ્વાગત તથા રેલી અને સન્માન કાર્યક્રમમાં પૂર્વ રાજય મંત્રી ડો.રણમલભાઈ વારોતરીયા પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા, જામનગરથી તબીબો ડો.રામ અશોક, ડો.વિપુલ કરમુર, ડો.ભરત ભેટારીયા, ડો.કલ્પેશ મકવાણા, ડો.નીલેશ રાયઠા, ડો.રામ ચાવડા, ડો.કનારા લખમણભાઈ,ડો.કાશ્મીરા રાયઠ્ઠા એભાભાઈ કરમુર, પત્રકારો હીતેન્દ્રભાઈ આચાર્ય, કૌશલભાઈ સવજાણી પરબતભાઈ ગઢવી, મુકેશભાઈ મોકરીયા પૂર્વ પાલીકા પ્રમુખ પી.એમ. ગઢવી સહીત મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા.