એવા કયા લોકો છે જેમણે કોરોના અંગે નહીં જ સાંભળ્યું હોય?
સોમાલિયા આવતા પ્રવાસીઓ હજુય કોરોનાથી અજાણ
જોહાનેસબર્ગ, દુનિયાભરના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસ મહામારી પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાય દાયકો પછી આવી ભયંકર મહામારી આવી છે, જેના કારણે અડધું વર્ષ સંકટમાં પસાર થઈ રહ્યું છે. આ દરમિયાન કોઈ વ્યક્તિ એવો નહીં હોય જેણે કોરોના વાયરસ મહમારીનું નામ સાંભળ્યું નહીં. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સોમાલિયા આપતા પ્રવાસીઓનો એક વર્ગ એવો છે જે હજુ કોરોના વાયરસ મહામારીથી અજાણ છે, તેમ સંયુક્ત રાષ્ટ્રના કાર્યકર્તાઓનું કહેવું છે. સોમાલિયાની સરહદ પર સંયુક્ત રાષ્ટ્ર પ્રવાસ એજન્સીએ કેટલાક લોકો સાથે વાતચીત કરી હતી.
આ પ્રવાસીઓને સરળ સવાલ કરવામાં આવ્યા. તમે કયાંથી આવો છો ? કયાં જઈ રહ્યા છો ? ત્યારબાદ સોમાલિયામાં કોરોના ચેપના કેસની પુષ્ટિ થાય બાદ એક અન્ય સવાલ પ્રવાસીઓને પૂછવામાં આવ્યો તમારા સમૂહમાંથી કેટલા લોકો કોરોના વાયરસ મહામારી અંગે જાણે છે ? ૨૦ જૂને ટ્રેકમાં લેવાયેલા ૩૪૭૧ લોકો પૈકી અડધાથી વધુ એટલે કે ૫૧ ટકા લોકોએ કહ્યું કે તેમણે ક્યારેય પણ કોવિડ-૧૯ અંગે સાંભળ્યું નથી.
સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં સ્થિત સંયુક્ત રાષ્ટ્રની એજન્સીની સાથેના એક કાર્યક્રમ મેનેજર સેલેસ્ટે સાંચેજ બીને કહ્યું કે ‘પ્રથમ વાર મેં આ સાંભળ્યું તો હું સ્તબ્ધ હતો. કેમ કે આ સમૂહે હજુ કોરોનાનું નામ સાંભળ્યું નથી.’ અહીંયા નોંધવું રહ્યું કે સોમાલિયા આવતા પ્રવાસીઓમાં મોટાભાગે ઇથિયોપિયાના ગ્રામીણ વિસ્તારના યુવાનો હોય છે.
સેલેસ્ટે સાંચેજ બીને કહ્યું કે, આ મોટાભાગના યુવાનો પાસે શિક્ષણ નથી, કેટલાક એવા સમુદાયો છે જ્યાં ઈન્ટરનેટની પહોંચ ઓછી છે. તેમને શંકા થઈ કે અનુવાદમાં કોઈક પ્રોબ્લેમ છે. અમે કેટલાય વર્ષોથી પ્રવાસીઓ સાથે મુલાકાત કરીએ છીએ. ગત વર્ષે કરેલી મુલાકાતમાં કેટલાય એવા હતો તેમને યમનમાં ચાલતા યુદ્ધ અંગે ખબર નહતી. તેમણે પછી એમ કહ્યું કે જે પણ કોરોના વાયરસ મહામારીથી અજાણ છે, તેમને મહામારીની એક ટૂંકી વ્યાખ્યા આપવામાં આવે છે, જેમાં વાયરસ કેવો હોય છે અને લક્ષણો કયા છે તથા તેને કાબુમા લેવા કયા ઉપાયો છે, તેનું વર્ણન કરવામાં આવે છે.
અહીંયા નોંધવું રહ્યું કે સોમાલીયન અધિકારીઓએ બહારની દુનિયા સાથે સંચાર પર મર્યાદિત ઈન્ટરનેટ પહોંચ, જાગૃતિ અભિયાન ઓછું અને અહીંયા સુધી ઉગ્રવાદીઓના પ્રતિબંધનો હવાલો આપ્યો છે. આ દેશોમાં હજુ લોકો સંઘર્ષ કરી રહ્યા છે. દક્ષિણ સોમાલિયાના સાકો શહેરના રહેવાસી ફાતિમા મોલિને ફોન પર કહ્યું કે, ‘મેં આવું કઈક સાંભળ્યં છે, પરંતુ અમારે અહીંયા કોરોના જેવા કશુંય નથી.’ અહીંયા નોંધવું રહ્યું કે દુનિયાની સૌથી કમજોર પ્રણાલી પૈકી એક સોમાલિયા દેશમાં હમણાં સુધી કોરોના વાયરસના ૨૮૦૦થી વધુ કેસ નોંધાયા છે.